જીવનનો સદુપયોગ :

જીવનનો સદુપયોગ   :

મનુષ્યના જીવનનો મોટો ભાગ આહાર, નિદ્રા, ભય અને મૈથુનમાં પસાર થઈ જાય છે. શારીરિક જરૂરિયાતો પૂરી કરવામાં જ સમય અને શક્તિનો મોટો ભાગ વપરાઈ જાય છે. આપણે વિચાર કરવો જોઈએ કે શું આટલું જ માનવજીવનનું લક્ષ્ય છે ? આ બધું તો પશુઓ પણ કરે છે. જો માણસ પણ એમાં રચ્યોપચ્યો રહે તો એનામાં અને પશુમાં શો ફેર રહે ? સૃષ્ટિના બધા જીવોમાં સર્વશ્રેષ્ઠ સ્થાન મેળવવાના કારણે મનુષ્યની જવાબદારી પણ ઊંચી છે. જે પોતાના મહાન કર્તવ્ય તરફ ધ્યાન નથી આપતો તે ખરેખર મનુષ્ય તરીકેનું મહાન ગૌરવ મેળવવાનો અધિકારી નથી.

દુ:ખ અને અધર્મને દૂર કરીને ધર્મની સ્થાપના કરવી તે મનુષ્યના જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. ઈશ્વરે મનુષ્યને જે યોગ્યતાઓ અને શક્તિઓ આપી છે એનો સદુપયોગ એ જ હોઈ શકે કે બીજાઓને મદદ કરવામાં આવે, એમને સુખી અને શ્રેષ્ઠ જીવન જીવવામાં સહયોગ આપવામાં આવે. શારીરિક જરૂરિયાતો પૂરી કરવા માટે શ્રમ કરવો જરૂરી છે, પરતું સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જીવનનિર્વાહ કર્યા પછી જે સમય અને શક્તિ બચે એનો ઉપયોગ ભલાઈ અને પરમાર્થમાં કરવો જોઈએ. જે મનુષ્ય સ્વાર્થ છોડીને પરમાર્થ  તરફ જેટલું ધ્યાના આપે છે તે એટલો જ પોતાના જીવનનો સદુપયોગ કરી રહ્યો છે એમ  સમજ્વું જોઈએ

-અખંડજ્યોતિ, એપ્રિલ-1944  પેજ-83

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment