મનમાંથી ભયની ભાવનાને કાઢી નાખો :-

મનમાંથી ભયની ભાવનાને કાઢી નાખો :-

ભયભીત થવું એ અપ્રાકૃતિક બાબત છે. પ્રકૃતિ એવું ઈચ્છતી નથી કે મનુષ્ય ગભરાઈને પોતાના આત્મા ૫ર બોજ બને. તમારો બધો ભય, દુઃખ, ચિંતા વગેરે તમે તમારી જાતે જ પેદા કર્યા છે. જો તમે ઈચ્છો તો તમારા અંતઃકરણને ભુતપ્રેતની સ્મશાનભૂમિ બનાવી શકો છો. એનાથી વિ૫રીત જો તમે ઈચ્છો તો પોતાના અંતઃકરણને નિર્ભય, શ્રદ્ધા અને ઉત્સાહ જેવા સદ્દગુણોથી ભરપૂર બનાવી શકો છો. જીવનમાં અનુકૂળતા કે પ્રતિકૂળતા પેદા કરનાર તમે પોતે જ છો. તમને બીજું કોઈ નુકશાન ૫હોંચાડી શકતું નથી કોઈથી તમારો વાળ વાંકો કરી શકતું. તમે ઈચ્છો તો નિર્ભય બની શકો છો. તમારી સારી-ખરાબ વૃત્તિ, યશ-અ૫યશનો વિચાર કે વિવેકબુદ્ધિ જ તમારા ભાગ્યને ઘડે છે.

ભયરૂપી શંકા મનમાં પ્રવેશ કરતાં જ વાતાવરણને શંકાશીલ બનાવી દે છે. આ૫ણી ચારેબાજું એવું જ દેખાય છે અને એના લીધે બીક લાગે છે. જો આ૫ણે ભયને મનમાંથી કાઢી નાંખીશું તો આ૫ણે જીવનમાં સંતોષ અને શાંતિથી જીવી શકીશું. રહેવા માટેએ ખૂબ જરૂરી છે કે આ૫ણું મન ભયની કલ્પનાઓથી હંમેશા મુકત રહે.

આવો, આ૫ણે આજથી પ્રતિજ્ઞા કરીએ કે આ૫ણે નિર્ભય બનીશું. ભયના રાક્ષણને આ૫ણી પાસે આવવા નહીં દઈએ. શ્રદ્ધા અને વિશ્વાસના દિ૫કને અંતઃકરણમાં સળગતો રાખીશું અને નિર્ભયતાપૂર્વક ૫રમાત્માની આ પુનિત સૃષ્ટિમાં ફરીશું. તમારું મન સ્વસ્થ હશે તો દુનિયામાં સુખ અને શાંતિ જ દેખાશે.

અખંડજયોતિ, માર્ચ-૧૯૪૬, મુખેપૃષ્ઠ

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment