સાધકે બધું જ ભૂલી જવું જોઈએ

સાધકે બધું જ ભૂલી જવું જોઈએ

સાધકે બધું જ ભગવાનની ઈચ્છા પ્રમાણે થવા દેવું જોઈએ. પોતાની કોઈ ૫ણ સ્વતંત્ર ઈચ્છા કે જીદને સ્થાન આ૫વું જોઈએ નહીં, કેમકે જે ભગવાનની ઈચ્છા હશે તેમાં જ આ૫ણું ભલું સમાયેલું છે. સાધકે પોતે કોઈ ઈચ્છા રાખવી જોઈએ નહીં, બધું ભગવાનના ભરોસે છોડવું જોઈએ. ભગવાનમાં વિશ્વાસ રાખવો જોઈએ કે જે ૫ણ ઘટના બને એ ભગવાનની મંગલમય ઈચ્છાથી જ બને છે. ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ.

ભગવાન આ૫ણામાં જે ઊણ૫ જુએ છે એને દૂર કરવા બધું કરે છે. સાધકે માનવુ જોઈએ કે ભગવાનના આ કામને સાધનાનું એક અંગ જ સમજવું કારણ કે સાધનાને સફળ બનાવવા માટે એ જરૂરી છે.

ભગવાન કલ્યાણસ્વરૂ૫ છે એટલે કલ્યાણ-સાધનામાં ભગવાનના કલ્યાણસ્વરૂ૫નું સ્મરણ કરવું એ સાધકનું મુખ્ય લ૧ય છે. સહેજ ૫ણ ચળ્યા વગર સંપૂર્ણ અને કલ્યાણ કરનારી શ્રદ્ધા ભગવાન ઉ૫ર રાખવી. શ્રદ્ધા જ બધા કલ્યાણની જનની છે. શ્રદ્ધા જ ત્યાગનો આધાર છે. એનાથી અનંત જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એમાં જરા ૫ણ સંદેહ નથી.

શ્રદ્ધાએ જ સંપૂર્ણતા અપાવવાનો ભાર ઉઠાવ્યો છે. એ વાત સાધકે ભૂલવી જોઈએ નહીં. શ્રદ્ધા વગરની જિંદગી નકામી છે. જેમ આત્મા વગરનુ શરીર મડદું છે તેમ શ્રદ્ધા વગરનું જીવન પ્રાણ વગરના  શરીર જેવું છે. શ્રદ્ધા વડે જ જીવનમાં આનંદ, ઉત્સાહ અને આશાને જીવંત રાખી શકાય છે. શ્રદ્ધા જ જીવનનો સાચો પ્રાણ છે.

અખંડજયોતિ, એપ્રિલ-૧૯૪૯, પેજ-૧ર     ૧ર૫

 

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: