પ્રતિકૂળ પરિસ્થિતિમાં વિચલિત ન થઈએ

પ્રતિકૂળ પરિસ્થિતિમાં વિચલિત ન થઈએ

આપણે પોતાને પરિસ્થિતિઓને અનુરૂપ બનાવવા જોઈએ અને જે પણ પરિસ્થિતિમાં હોઈએ, તેના પ્રત્યે અસંતોષ કે ઘૃણા વ્યક્ત ન કરવાં જોઈએ. બધા દિવસો એક સરખા નથી હોતા. આપણે દુ:ખના વિષમ સમયમાં ધીરજ ન ગુમાવવી જોઈએ. દરેક પરિસ્થિતિનું નુકસાન તથા લાભ હોય છે. સંસારની કોઈપણ પરિસ્થિતિ એવી નથી હોતી, જેનો કોઈને કોઈ લાભ ન હોય.

આપણે લાભની તરફ જ ધ્યાન આપવું જોઈએ. જે મજૂરોને માટીમાં કામ કરવું પડે છે તેમની તંદુરસ્તી વધે છે. જ્ઞાનની વાત એ છે કે આપણે પ્રતિકૂળ પરિસ્થિતિમાં હિંમત ગુમાવવી ન જોઈએ અને જ્યારે આપણને એમ લાગે કે પરિસ્થિતિમાં સુધારો થતો જ નથી, તો આપણે એવી પરિસ્થિતિમાં સંતોષ માણવો જોઈએ. નીચ તે નથી, જેના કાર્યને આપ નીચ ગણો છે, પરંતુ તે નીચ છે જે પોતાના કાર્યમાં રસ નથી લેતો અને ફક્ત ચીલાચાલુ કામ જ કરે છે.

આ જીવનમાં ક્યારેક કાચી સડક તો ક્યારેક પાકી સડક આવે છે. આપણે બંને પ્રકારની સડકોને સહર્ષ અને એકસરખા ઉત્સાહથી અપનાવવાની છે. ક્યારેક ફૂલોની પથારીમાં સૂવા મળે તો ક્યારેક કાંટાળી પથારીમાં પણ સૂવું પડે.  શાંતિ મેળવવા માટેનું એ જ પ્રથમ સાધન છે કે આપણે પોતાને પ્રતિકૂળ પરિસ્થિતિમાં વિચલિત ન થવા દઈએ.

અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર-1959, પેજ-15

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

2 Responses to પ્રતિકૂળ પરિસ્થિતિમાં વિચલિત ન થઈએ

  1. Dilip Gajjar says:

    saachi vaat kantibhai, aa font kyathi aap type karo te batavsho ?

    Like

  2. સરસ, કાંતિભાઈ,
    એકદમ સાચી વાત, પ્રતિકૂળ પરિસ્થિતીમાં સૌ પહેલાં માનસિક સંતોલન જાળવવું ખુબ જ અગત્યનું, ત્યારેબાદ આ પરિસ્થિતીમાંથી બહાર નીકળવા માટે અને તેના ઉકેલ માટેનો સુવ્યવસ્થિત આયોજન. ઘણાં દાખલાઓ છે કે પ્રતિકુળ સંજોગોમાં પણ માનવીએ પોતના મગજ અને મન પર નિયંત્રણ કરી, તેનો સામનો કરી ને બહાર આવ્યાં હોય!

    Like

Leave a comment