જ્ઞાન અને કર્મનો સમન્વય જ મોક્ષમાર્ગ
October 26, 2009 Leave a comment
જ્ઞાન અને કર્મનો સમન્વય જ મોક્ષમાર્ગ
નાનાંનાનાં બંધનોને દૂર કરનાર મનુષ્ય જ મોટાં બંધનોને દૂર કરી શકે છે. પ્રગતિ માટે મનુષ્યે જ્ઞાન અને કર્મને એ રીતે કામે લગાડવાં જોઈએ કે આ લોકની પ્રગતિ ૫રલોકની પ્રગતિનું સાધન બને છે. મનુષ્ય નાનાંનાનાં બંધનોને દૂર કરતાં એવો યોગ્ય બની જાય છે કે મોટાં મોટાં મોતરૂપી બંધનોને દૂર કરી શકે છે અને પોતાના ૫રલોકને ૫ણ શ્રેષ્ઠ બનાવી લે છે.
અહીંયા એક વાત વધારે સારી રીતે સમજી લેવી જોઈએ કે મોક્ષ અથવા ઈશ્વરપ્રાપ્તિ મનુષ્યને નીચેની બે ચીજો પ્રાપ્ત કરાવ છે.
(૧) મૃત્યુના બંધનમાંથી છુટકારો અને
(ર) આનંદ.
એમાંથી ૫હેલી બાબત નિર્ગુણ અને બીજી સગુણ સાધનાનું ફળ હોય છે. જ્યારે મનુષ્ય ભગવાનના નિર્ગુણતાદર્શક ગુણોનું ચિંતન કરે છે કે ભગવાન અજર છે, અમર છે, અભય છે વગેરે, તો તેની અંદર નિર્ગુણતા આવે છે. તે પોતે ૫ણ અજર, અમર અને અભય થઈ જાય છે. જયારે તે ભગવાનની સગુણતાનું ચિંતન કરે છે કે ભગવાન સચ્ચિદાનંદ છે, ન્યાયકારી છે, દયાળુ છે તો તેની અંદર નૈમિત્તિક રીતે સચ્ચિદાનંદના ગુણોનો સમાવેશ થઈ જાય છે અને આ રીતે મનુષ્યને મુક્તિના બન્ને માર્ગ મળી જાય છે.
અખંડજયોતિ, ઓકટોબર-૧૯૫૮, પેજ-૧૯
પ્રતિભાવો