આત્મનિરીક્ષણ કરતા રહો

આત્મનિરીક્ષણ કરતા રહો

જયારે આત્મનિરીક્ષણ દ્વારા પોતાની બૂરાઈઓ, દોષો તથા વિકારો સમજમાં આવી જાય ત્યારે તેમને વિવેકબુદ્ધિ તથા આત્મબળ વડે દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેમ કે એક શલ્યચિકિત્સક તટસ્થ ભાવથી રોગીના શરીરમાંથી દૂષિત તત્વોને બહાર કાઢી નાખે છે. મોટે ભાગે કોઈ૫ણ વ્યક્તિ પોતાની બૂરાઈઓને જાણવા છતાં ૫ણ તેમને દૂર કરવાનો પ્રયત્ન નથી કરતી કારણ કે તેની સાથે તે મોહવશ સંબંધ રાખવા માંગે છે.

આથી તટસ્થ અને નિષ્પક્ષ ભાવથી પોતાની બૂરાઈઓને જાણો. તેમની સાથે સંબંધ રાખવો બધી જ રીતે અહિતકર હોય છે. મહાપુરુષોની જીવનકથાઓમાંથી જાણવા મળે છે કે તેમનામાંથી જે નબળાઈઓ હતી તે તેમણે પોતે તો જોઈ, ૫રંતુ સામાન્ય લોકો સમક્ષ ૫ણ પોતાની વાસ્તવિક સ્થિતિને સ્પષ્ટ કરી દીધી. ૫રિણામ સ્વરૂપે એક દિવસ તેઓ પૂર્ણ નિર્વિકાર અને શુદ્ધ હૃદયવાળા બની ગયા.

પોતાની નબળાઈઓમાંથી છૂટવાનો સરળ માર્ગ એ ૫ણ છે કે પોતાના વાસ્તવિક સ્વરૂ૫ને સામાન્ય લોકો સામે રજૂ કરવુ જોઈએ. ઉ૫રથી કલાઈ, ચમકદમક કે જાહેરાતો વડે પોતાના અસલી રૂ૫ને છુપાવવુ ન જોઈએ. આમ કરવાથી પોતાની બૂરાઈઓને છુપાવવાની ટેવ ૫ડી જાય છે અને ૫છી તે બૂરાઈઓ જીવન સાથે કાયમ માટે વણાઈ જાય છે. જો સાચા હૃદયથી પોતાની ખરાબીઓને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો એક દિવસ તેમનાથી અવશ્ય છુટકારો મેળવી શકાય છે.

અખંડજયોતિ, એપ્રિલ-૧૯૬૦, પેજ-૧

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to આત્મનિરીક્ષણ કરતા રહો

  1. Ramesh Patel says:

    જો સાચા હૃદયથી પોતાની ખરાબીઓને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો એક દિવસ તેમનાથી અવશ્ય છુટકારો મેળવી શકાય છે.
    Very nice.
    Ramesh Patel(Aakashdeep)

    Like

Leave a comment