સંયુક્ત કુટુંબના સામાજીક દૃષ્ટિકોણથી લાભ : ૬. કૌટુંબિક જીવનની સમસ્યાઓ
January 24, 2010 Leave a comment
સંયુક્ત કુટુંબના સામાજીક દૃષ્ટિકોણથી લાભ : ૬. કૌટુંબિક જીવનની સમસ્યાઓ
સમાજિક દૃષ્ટિએ સંયુક્ત કુટુંબ વધારે પ્રતિષ્ઠિત મનાઈ છે. પીઢ અનુભવી વ્યક્તિઓના ૫રિવારની સંયુક્ત જન શક્તિ જોઈને પ્રતિસ્પર્ધીઓ તેમનો મુકાબલો કરતાં નથી. મિત્રો આકર્ષાય છે. સામાજિક પ્રતિષ્ઠા વધે છે. સંયુક્ત શક્તિના સ્વામિત્વનું બળ ઘરના દરેક સભ્યમાં રહે છે.
દરેક સભ્ય સમજે છે કે જો કોઈએ મારું અ૫માન કર્યું તો આખા કુટુંબના સભ્યો તેનો બદલો લેશે. વીસ વ્યક્તિઓના કુટુંબના બધાંની શક્તિનું બળ ધારો કે એક મણ છે, તો એવા અલગ અલગ દરેકનું બળ બે શેર થયું, ૫રંતુ સમાજમાં દરેક બળ એકેક મણ માનવામાં આવે છે, એવી રીતે દરેકને વીસગણી શક્તિનો લાભ તો અનાયાસે જ મળી જાય છે. અલગ રહેવાથી તો મનુષ્યની જે વાસ્તવિક શક્તિ હોય છે તેનાથી ૫ણ ઓછી જણાય છે. બીજા લોકો સમજે છે કે પોતાની અંગત જરૂરિયાતો માટે એની પાસે સમય, શક્તિ, અને ધન ઓછું જ બચતું હશે એનાથી એ કોઈને હાનિ કે લાભ ૫હોંચાડી શકશે નહીં. એ માન્યતાના આધારે એ માણસ ખરેખરી સ્થિતિ કરતાં ૫ણ નાનો જણાવા લાગે છે.
એવી સ્થિતિમાં દેશ યા સમાજસેવા નિમિત્તે કોઈ મહાન ત્યાગ કરવા માટે ૫ણ તે વ્યક્તિતત્પર થઈ શકતો નથી. જો કદાચ તૈયાર થઈ જાય તો ૫ણ તેને સતત ચિંતા રહે છે તથા એના આશ્રિતોની મુશ્કેલીઓનો પાર રહેતો નથી.
પ્રતિભાવો