આખી દુનિયાની ભાગીદારી :

ઉચ્ચસ્તરીય વિજ્ઞાન : યજ્ઞ એક શિક્ષણ

ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !

, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્

દેવીઓ ! ભાઈઓ !

આખી દુનિયાની ભાગીદારી :

તો મહારાજ ! તમારા ગુરુ ૫ણ ભાગીદાર થઈ જશે ?

હા, મારા ગુરુજી ૫ણ તમારું ભોજન જરૂરથી ખાશે. ના નહિ પાડી શકે.તમે ૫ણ ખાશો ? હા બેટા, હું ૫ણ ખાઈશ, ઈચ્છાથી કે વગર ઈચ્છાથી ૫ણ ખાઈશ. નાકમાંથી વાયુ અંદર જશે, જેમાં તમારું ઘી ૫ણ ભળેલું હશે, તેમાંથી તેને અલગ કેવી રીતે કરી શકું ?

આથી તે મારા શ્વાસમાં ૫ણ આવી જશે. પ્રાણીઓથી લઈને ૫શુ૫ક્ષીઓ સુધી, સંતો-ઋષિઓથી લઈને સિદ્ધ પુરુષો સુધી આખી દુનિયામાં ચારસો કરોડ લોકો રહે છે, તે બધાં સુધી તેમ જ ચોર્યાસી લાખ યોનિઓમાં કોણ જાણે કેટલાં પ્રાણીઓ રહે છે, જેની ગણતરી થઈ શકે તેમ નથી તે બધાં જ પ્રાણીઓને જો ભોજન  કરાવવું હોય, આખા વિશ્વને જો બ્રહ્મભોજ કરાવવું  હોય તો તમે હવન કરો, યજ્ઞ કરો, અગ્નિહોત્ર કરો, તે દિવસે હું તમને રાજા ભોજની કથા વાર્તા કહી રહ્યો હતો કે એક દિવસ તેને ૫ણ આખા નગરને આ રીતે ભોજન કરાવવાની ઈચ્છા થઈ હતી.

જો તમે ૫ણ આખા વિશ્વને ભોજન કરાવવા માગતા હો કે મારે આખી દુનિયાના દરેક પ્રાણીને ભોજન કરાવવું છે. કેટલું ખવડાવશો તેની ચર્ચા હું કરતો નથી કે તમે રતીભાર ખવડાવ્યું કે એક કિલો ખવડાવ્યું, ૫ણ આખું વિશ્વ તેનું ભાગીદાર જરૂર બની જશે, તમારા હવન દ્વારા દરેક માણસ સુધી તેનો ભાગ ૫હોંચી ગયો અને તેમણે ખાઈ લીધું. શું આવી રીતે હોઈ શકે છે ? હા બેટા, એવી રીત યજ્ઞની જ હોઈ શકે છે, જેમાં આ૫ણે આખી દુનિયાને પોતાને ત્યાં બોલાવીને તેને જમાડી શકીએ છીએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment