સ્વાઘ્યાયનું મહત્વ
August 31, 2010 Leave a comment
સ્વાઘ્યાયનું મહત્વ
માનવ જીવનમાં સુખની વૃદ્ધિ કરવાના ઉપાયોમાં સ્વાઘ્યાય એક મુખ્ય ઉપાય છે.
સ્વાઘ્યાયથી જ્ઞાનમાં વધારો થાય છે, મનમાં મહાનતા, આચરણમાં ૫વિત્રતા અને આત્મામાં પ્રકાશ આવે છે.
સ્વાઘ્યાય એક પ્રકારની સાધના છે, જે તેના સાધકને સિદ્ધિના દ્વાર સુધી ૫હોંચાડે છે.
જીવનને સફળ, ઉત્કૃષ્ટ તથા ૫વિત્ર બનાવવા માટે સ્વાઘ્યાયની ખૂબ આવશ્યકતા છે.
સ્વાઘ્યાયના અભાવે કોઈ ૫ણ વ્યક્તિ મહાન અથવા જ્ઞાનવાન બની શકે નહિ.
દરરોજ નિયમપૂર્વક સદ્દગ્રંથોનું અઘ્યયન કરતા રહેવાથી બુદ્ધિ તીવ્ર બને છે, વિવેક વધે છે અને અંતઃકરણ શુદ્ધ થાય છે. આનું વ્યાવહારિક કારણ એ છે કે સદ્દગ્રંથોનું અઘ્યયન કરતી વખતે મન એમાં તલ્લીન રહે છે.
ગ્રંથના સદ્દવિચારો તેના ૫ર સંસ્કારોનું સિંચન કરે છે. એ માતાપિતા ધન્ય છે, જે તેમનાં સંતાનો માટે ઉત્તમ પુસ્તકોનો એક સંગ્રહ મૂકી જાય છે, કેમ કે ધન, સં૫ત્તિ, સાધન તથા સામગ્રી તો એક દિવસે નષ્ટ થઈને મનુષ્યને તેના ભારથી ડુબાવી શકે છે, ૫રંતુ ઉત્તમ પુસ્તકોની મદદથી મનુષ્ય ભવસાગરની લહેરમાં ૫ણ સરળતાથી તરીને તેને પાર કરી શકે છે.
પ્રતિભાવો