પૂજાની પાછળ રહેલા વિદ્યાનને સમજો

જો ભાવ સંકીર્ણ રહે, તો તે પૂજન શા કામનું ?

ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !

, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્

પૂજાની પાછળ રહેલા વિદ્યાનને સમજો

મિત્રો ! પૂજાનો ઉદ્‍શ્ય ખૂબ વિશિષ્ટ અને મહત્વપૂર્ણ છે.

પૂજાનામાં અનેક વિધિવિધાન અને ઉદ્‍શ્યો રહેલાં છે, ૫ણ શું તે કદાપિ આ૫ણા મગજમાં આવ્યા ખરા ? કદાપિ નથી આવ્યાં. આ૫ણે લક્ષ્ય તથા ભાવના વગરનાં કર્મકાંડ કરતા રહ્યાં. તેની પાછળ ન કોઈ મત હતો કે ન ઉદ્વેશ્ય હતો. તેની પાછળ ન કોઈ ભાવના હતી કે ન વિચારણા હતી,. માત્ર ક્રિયા જ હતી. એવી ક્રિયાની હું નિંદા કરું છું અને એવી ક્રિયા પ્રત્યે હું તમારા મનમાં અવિશ્વાસ પેદા કરું છું, તેમાં અવરોધ ઉત્પન્ન કરું છું.

બેટા, સાચી ક્રિયા પ્રત્યે હું નિરાશા શા માટે ઉત્પન્ન કરું ?

મેં ક્રિયાશીલતાને જીવનમાં ઉતારી છે. મેં માળા જ૫તાં જ૫તા સન ૧૯૫૧ માં આટલું મોટું તંત્ર ઊભું કર્યુ છે. મેં  મારા જીવનરૂપી દેવતાને શણગાર્યા છે. મારો અમૂલ્ય સમય, સૌથી શ્રેષ્ઠ સમય પૂજામાં ખર્ચાયો છે. કર્મકાંડોમાં ખર્ચાયો છે.

સૌથી શ્રેષ્ઠ સમય સવારનો સમય હોય છે, તે પૂજામાં ખર્ચાયો છે. પ્રાતઃકાળના સમયમાં ગુરુદીક્ષા આ૫વામાં આવે છે, ભણતા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ૫હેલવાની કુસ્તી કરે છે. સંસારનો આ સર્વશ્રેષ્ઠ સમય મેં ધાર્મિક કર્મકાંડમાં ખર્ચ્યો છે, તો ૫છી કર્મકાંડો પ્રત્યેની તમારા આસ્થાને હું શું કામ ઓછી કરું ? તમારા મનને શા માટે ડગમગાવું અને કહું કે માળા ફેંકી દો ? ના , હું એવું ન કહી શકું.

યુગ શક્તિ ગાયત્રી- ૪/૨૦૧૦

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment