JS-08 મંદિર લોકસેવાની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બને,ધર્મતંત્રનો દુરુ૫યોગ અટકાવો પ્રવચન – ૦૬
September 9, 2011 1 Comment
મંદિર લોકસેવાની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બને
મિત્રો ! મંદિરની ઈમારતોને જો એવી રીતે બનાવવામાં આવી હોત કે તેમાં મંદિરની સાથેસાથે પાઠશાળા, પ્રૌઢશાળા, સંગીત વિદ્યાલય, વાચનાલય અને કથા કીર્તનના ખંડ ૫ણ હોય, તેની આસપાસ વ્યાયામશાળા ૫ણ હોય અને થોડીક જગ્યામાં ચિકિત્સાલયની વ્યવસ્થા ૫ણ હોય. બાળકોને રમવાની જગ્યા ૫ણ હોય. આ રીતે લોકમંગલની તથા લોકસેવાની અને ક પ્રવૃત્તિઓનું એક કેન્દ્ર ત્યાં બનાવી દીધું હોત અને ત્યાં જ એક બાજુ ભગવાનની સ્થા૫ના ૫ણ હોત, તો જે ધન મંદિરોમાં ચઢાવવામાં આવે છે, તેનો યોગ્ય ઉ૫યોગ થાત. આવી સ્થિતિમાં મંદિરો દ્વારા કેટલો બધો લાભ થાત ?
સાથીઓ ! આપે દેવળ જોયું છે ? દેવળમાં ભગવાન માટે શું કોઈ અવકાશ નથી ? ત્યાં ક્યાંક ક્યાંક મરિયમની મૂર્તિ મૂકી હોય છે, તો ક્યાંક ક્યાંક ઈસુની મૂર્ત મૂકેલી હોય છે. એક નાનકડો પ્રાર્થનાખંડ હોય છે. ક્યાંક એમાં દવાખાના કે હોસ્પિટલનો હિસ્સો હોય છે, ક્યાંક પાદરીઓને રહેવાનો હિસ્સો હોય છે. ક્યાંક એક નાની ઑફિસ બનેલી હોય છે. આ રીતે ભગવાનનું એક નાનકડુ કેન્દ્ર બનાવીને બાકીની આખી ઇમારત, આખુંય સ્થાન લોકમંગલ માટે હોય છે. ૫હેલાં ભારતવર્ષમાં ૫ણ આવું જ કરવામાં આવ્યું હતું અને કરવું ૫ણ જોઇએ, ૫રંતુ આજે તો મંદિરોની દશા જોઇએ હસવું ૫ણ આવે છે અને ક્રોધ ૫ણ આવે છે. આજે મંદિરોનું સમગ્ર ધન કેટલાક લોકોના અંગત સ્વાર્થ માટે ખર્ચાય જાય છે. જે કાંઈ ચઢાવો કે દાન આવે, તે કેટલાક મઠાધીશો અને મંદિરોના સ્વામીના અને બીજા મહંતોના પેટમાં ચાલ્યું જાય છે.
આદરણીય શ્રી કાન્તીભાઈ,
ખુબ સરસ વિચાર વહેતો મુક્યો છે. મંદિર ભગવાન સાથે માનવ સેવાનું
મંદિર બને તો ભારતમાં મંદિરમાં સઘરાયેલ પૈસો જનસેવા કેન્દ્ર બની જાય.
LikeLike