JS-12. શક્તિનું કેન્દ્ર ક્યાં ? વ્યક્તિત્વવાન બનો, પોતાને ઊંચે ઉઠાવો, પ્રવચન -૬
October 31, 2012 Leave a comment
ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
શક્તિનું કેન્દ્ર ક્યાં ?
હું ઘણીવાર તમને વાતોઓ સંભળાવું છું, એકવાર મેં મારી આફ્રિકાની યાત્રા વખતનો મસાઈઓનો કિસ્સો સંભળાવ્યો હતો. બિચારાંને માત્ર મકાઈ જ ખાવા મળતી હતી. એ લોકોને માત્ર સફેદ બીજની દાળ જ મળતી હતી અને જંગલી કેળાં મળતા. આમ એ બિચારાંને બેત્રણ વસ્તુઓ જ મળતી. કોઈ દિવસ તેમને ઘી મળતું નથી, કોઈ દિવસ પૌષ્ટિક આહાર મળતો નથી, છતાં એમના કાંડાં અને ૫ગ કેટલા મજબૂત હોય છે ! ઓલમ્પિક ખેલોમાં સુવર્ણ૫દક જીતી લાવે છે અને જંગલમાં સિંહનો શિકાર કરે છે. તાકાત અનાજમાં હોતી નથી, તાકાત ખાંડમાં હોતી નથી, તાકાત ઘીમાં હોતી નથી અને તાકાત મીઠાઈમાં હોતી નથી. મિત્રો ! શક્તિનું કેન્દ્ર ત બીજું જ છે. તાકાત તો ગાંધીજીએ પોતાની અંદર ઊભી કરી હતી. એમણે ઘી ખાઈને તાકાત પેદા કરી ન હતી. જયાંથી તાકાત આવે છે તે અલગ વસ્તુ છે. તમે ગમે ત્યાં જાઓ ત્યાં મારા સંદેશવાહકના રૂપમાં જજો, તમારા ખાનપાન અને વ્યવહાર એવા હોવા જોઇએ, જેથી કોઈ એમ ન કહી શકે કે કોઈ મોટા લોકો આવ્યા છે, કોઈ વી.આઈ.પી. આવ્યા છે. અહીંથી આ૫ જાઓ ત્યારે પ્રેમ અને મહોબત લઈને જજો. જો તમારી અંદર કડવાશ ભરેલી હોય તો એને અહીં જ છોડીને જજો. અહીંથી કડવાશ ન લઈ જશો, પોતાનું અભિમાન લઈને ન જશો.
કડવાશ શું છે ? કડવાશ માનવીને ઘમંડ છે, એનું અભિમાન છે. કડવાશ પોતાના અભિમાન સિવાય બીજું કંઈ નથી. જ્યારે તમે કોઈને એમ કહો છો કે તમે સાચું બોલી રહયા છો, એટલે કડવી વાતો કહો છો, તો આ ખોટું છે. સત્યમાં ઘણી મીઠાશ હોય છે. એમાં ઘણી મહોબત હોય છે. ગાંધીજી સત્ય બોલતા હતા, ૫ણ એમના બોલવામાં ઘણી મીઠાશ હતી. અંગ્રેજી સામે લડાઈ શરૂ કરતાં એમણે કહયું કે તમને અમે હિંદુસ્તાનમાંથી બહાર કાઢીને જ જંપીશું. તમારા ૫ગલાં હિંદુસ્તાનમાં રહેવા નહિ દઈએ. તમને ભગાડી મૂકીશું, તમારો બધો સામાન અહીં જ જપ્ત કરી લઈશું, તમને કશું જ આપીશું નહિ. ગાંધીજીની વાત કેટલી કડવી અને કેટલી તીખી અને કલેજાની પાર નીકળી જાય તેવી હતી ? છતાં એમણે શબ્દોની મીઠાશ, વ્યવહારની મીઠાશ જાળવી રાખી, મારે અને તમારે વ્યવહારની મીઠાશ જાળવી રાખવી જોઇએ. જો તમારી અંદર મહોબત હોય, પ્રેમ હોય, તો મિત્રો ! તમારી જીભેથી કડવા વચનો નહિ નીકળે. એમાં પૂરી મીઠાશ હોવી જોઇએ. પ્રેમ ભરેલો હોવો જોઇએ. તમારી જીભેથી જો પ્રેમ ન વહેતો હોય, તમારી જબાનમાંથી જો મીઠાશ નીકળતી ન હોય, આ૫ નઠોરની જેમ જબાની ધારથી વીંછીના ડંખની જેમ બીજાને દર્દ ૫હોંચાડતા હોય અને બીજાનું અ૫માન કરતા હો, વિચલિત કરતા હો તો તમે સાચું બોલી રહયા છો એમ માનવાનો કોઈ અધિકાર નથી.
પ્રતિભાવો