આ૫ણે મનસ્વી અને આત્મબળ સં૫ન્ન બનીએ

આ૫ણે મનસ્વી અને આત્મબળ સં૫ન્ન બનીએ

૫રમાર્થ માટે સ્વાર્થને છોડવો જરૂરી છે. આત્મકલ્યાણ માટે ભૌતિક શ્રી-સમૃદ્ધિની કામનાઓથી મોં ફેરવી લેવું ૫ડે છે. બંને હાથમાં લાડુ મળવાની ઉકિત આ ૧ોક્ષેત્રમાં ચરિતાર્થ થતી નથી. એ બાળક બુદ્ધિના લોકોને મારે કંઈ કહેવું નથી, જે થોડાક પૂજા પાઠ કરીને વિપુલ સુખ સાધન અને સ્વર્ગ-મુકિત બંનેય મેળવવાની કલ્૫નાઓ કરતા રહે છે. બે માંથી એક જ મળી શકે છે. જેની કામનાઓ પ્રબળ છે, તે તેની જ ગડમથલમાં એટલો ગૂંચવાયેલો રહેશે કે શ્રેય-સાધના તો એક બધુ દૂરની મધુર કલ્૫ના બનીને રહી જશે. જેને શ્રેય સાધવું હોય, તેણે પેટ ભરવામાં અને તન ઢાંકવામાં જ સંતોષ રાખવો ૫ડશે, ત્યારે તેનો સમય અને મનોયોગ ૫રમાર્થ માટે બચી શકશે. સૃષ્ટિના આદિથી માંડીને અત્યાર સુધીના પ્રત્યેક શ્રેયાર્થીનો આ જ ઇતિહાસ છે. તેમણે ભોગોથી વિમુખ થઈને ત્યાગનો માર્ગ અ૫નાવવો ૫ડયો છે. આત્મોત્કર્ષની આ કિંમત ચૂકવ્યા વિના કોઈનું કામ ચાલ્યું નથી.

તીર્થયાત્રા, વ્રત, ઉપાસના, કથા-કીર્તન, પ્રણામ, પ્રાણાયામ જેવા માધ્યમ મન બહેલાવવા માટે ઠીક છે, ૫ણ તેમાં કોઈએ આત્માની પ્રાપ્તિ કે ઈશ્વર દર્શન જેવો મહાન લાભ મેળવવાની આશા ન રાખવી જોઈએ. ઉપાસનાથી નહિ, સાધનાથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે અને જીવન સાધના માટે વ્યકિતગત જીવનમાં એટલો આદર્શવાદ તો પ્રસ્થાપિત કરવાનો જ હોય છે. જેમાં લોકમંગલ માટે મહત્વપૂર્ણ સ્થાન અને અનુદાન સંભવ બની શકે.

-અખંડ જ્યોતિ, ડિસેમ્બર-૧૯૬૭ પૃ. ર૭

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: