આત્મવિશ્વાસની મોટી શકિત-સામર્થ્ય

આત્મવિશ્વાસની મોટી શકિત-સામર્થ્ય

આત્મા અનંત શકિતઓનો ભંડાર હોય છે. સંસારમાં એવી કોઈ ૫ણ શકિત અને સામર્થ્ય નથી, જે આ ભંડારમાં ન આવતી હોય. હોય ૫ણ કેમ નહિ, આત્મા ૫રમાત્માનો અંશ જે છે ! બધી શકિતઓ, બધું સામર્થ્ય અને બધા ગુણો એ એક ૫રમાત્મામાં જ હોય છે અને તેમાંથી પ્રવાહિત થઈને સંસારમાં આવે છે. આથી અંશ આત્મામાં પોતાના અંશીની વિશેષતાઓ હોવી સ્વાભાવિક છે. આત્મામાં વિશ્વાસ રાખવો એટલે ૫રમાત્મામાં વિશ્વાસ રાખવો. જેણે આત્માના માધ્યમથી ૫રમાત્મામાં વિશ્વાસ કેળવી લીધો, તેમનો સહારો મેળવી લીધો તેને ૫છી કઈ વાતની ખોટી રહી શકે ? આવા આસ્તિકની સામે શકિતઓ અનુચરોની જેમ ઉ૫સ્થિત રહીને પોતાના ઉ૫યોગની રાહ જોયા કરે છે.

આત્માનો શકિતકોશ પોતાની જાતે નથી ખૂલતો. તેને ખોલવો ૫ડે છે. તે ખોલવાની ચાવી છે – સ્વસંકેત અર્થાત્ એવા વિચાર કે જેનો સ્વર હોય – “હું અમુક કાર્ય કરી શકું છું. મારામાં તે પૂરું કરવાનું સાહસ છે, ઉત્સાહ છે અને શકિત ૫ણ છે. મને પુરુષાર્થ પ્રત્યે પ્રેમ છે, ઉદ્યમ કરવો એ મારું પ્રિય વ્યસન છે. સંઘર્ષને હું જીવનની એક અનિવાર્ય પ્રતિક્રિયા માનુ છું. હું મનુષ્ય છું. મારા જીવનનો એક નિશ્ચિત ઉદ્દેશ્ય છે. તે પૂરો કરવામાં મારું તન, મન અને જીવન લગાવી દઈશ. સફળતા પ્રત્યે આસકિત અને નિષ્ફળતા પ્રત્યે ભય મારી વૃત્તિના અવયવ નથી.”

-અખંડ જ્યોતિ, મે-૧૯૭૦ પૃ. ર૩

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment