ઉપાસનાનું ફળ કેવી રીતે મળે ? ઉપાસના સમર્પણ યોગ

ઉપાસનાનું ફળ કેવી રીતે મળે ?  :   ઉપાસનાનો મુખ્ય હેતુ છે – ઈશ્વરનું સાન્નિધ્ય પ્રાપ્ત કરવું. કોઈ માણસ જયાં સુધી પૂજા, અર્ચના, સ્તવન, જપ, ધ્યાન તથા કીર્તન વગેરેની ઉપાસના વિધિમાં નિરત રહે છે, ત્યાં સુધી તેને એવું લાગે છે કે પરમાત્મા તેની પાસે છે અથવા તે પોતે પરમાત્માની નજીક છે અને તે જે કંઈ કરી રહ્યો છે, તે બધું પરમાત્મા માટે જ કરી રહ્યો છે. પરમાત્મા એની પૂજાનો સ્વીકાર કરી રહ્યા છે તથા એની પ્રાર્થના અને કીર્તન સાંભળી રહ્યાં છે. આમ, ઉપાસના દરમ્યાન ઉપાસક ભાવનાત્મક રૂપે પરમાત્માના સાન્નિઘ્યમાં રહે છે.

પરમાત્મા અણુ અણુમાં વ્યાપેલો છે. તે ઘટ ઘટમાં નિવાસ કરી રહ્યો છે. કોઈ સ્થાન એના વગરનું નથી. તે સર્વત્ર હર હંમેશ વિદ્યમાન રહે છે. શું ઉપાસક તથા ઉપાસનાની સામગ્રીમાં, બધામાં પરમાત્મા દરેક સમયે હાજર હોય છે. એવું નથી કે ઉપાસના કરતી વખતે જ તે ઉપાસકની પાસે હોય છે. તે હરહમેશ દરેકની પાસે જ રહે છે, તે સર્વવ્યાપક છે. જો વિશેષ ઉપાસના વિધિ અપનાવીને તે પોતાના દરેક કામને પરમાત્માને સોંપી દે, દરેક કામને તેનું જ કામ માને તથા દરેક કામને ઉપાસના જેવી શ્રદ્ધા તથા આસ્થાથી કરે, તો મનુષ્યના સામાન્ય નિત્ય નૈમિત્તિક કાર્યો પણ ઈશ્વરની ઉપાસનાના રૂપમાં બદલી જાય છે અને એનાથી એને શાંતિ, સંતોષ તથા આનંદ જેવા પવિત્ર ફળો પ્રાપ્ત થાય છે, પરંતુ આ ખૂબ સરળ લાગતું હોવા છતાંય બહુ ઊંચી અને દૂર ની વાત છે. સામાન્ય માણસોનો માનસિક અને આત્મિક વિકાસ હજુ આ સ્તર સુધી પહોંચ્યો નથી.

સર્વવ્યાપક પરમાત્માની સર્વકામદ ઉપાસના કરતા રહેવું દૈનિક જીવન માટે તો મંગળ મય છે જ, પરંતુ સર્વ ફળ આપનારી ઉપાસના કરવા યોગ્ય મનોવિકાસ પ્રાપ્ત કરવો પણ ખૂબ જરૂરી છે.

સાચી ભાવનાથી કરવામાં આવેલી ઉપાસના, ચમત્કારની જેમ ફળ આપે છે. ભાવનાને પૂર્ણ રૂપે પરમાત્મા સાથે જોડીને થોડીક વાર કરવામાં આવેલી ઉપાસના પણ જીવન પર કાયમી પ્રભાવ પાડે છે, તે ઉચ્ચ વિચારો, નિર્વિકાર સ્વભાવ તથા સત્કર્મોના રૂપમાં જોવા મળે છે. ઉપાસના કરવા છતાંય જો માણસ ગુણ, કર્મ તથા સ્વભાવ અને મન, વચન તથા કર્મથી ઉત્કૃષ્ટતા બને, તો એવું જ માનવું પડે કે તેણે ઉપાસના કરી જ નથી, માત્ર ઉપાસના કરવાનું નાટક કર્યું છે.

ભજન પૂજન અથવા જપ કીર્તન કરતી વખતે જો મનુષ્ય પોતાની ચેતના અથવા હ્રદયમાં પરમાત્માની સમીપતાનો અનુભવ કરતો રહે, તો એટલી વારની એ સમીપતા આખા દિવસ સુધી આનંદ અને ઉત્સાહનો સંચાર કરતી રહેશે. ઉપાસના વખતે જેટલા ઊંડાણથી પોતાના મન તથા ભાવનાને પરમાત્માની સાથે જોડી રાખવામાં આવશે, તેટલા જ ઊંડાણથી તે અનુભવ જીવનમાં સ્થિર થતો જશે અને એક દિવસ એવો આવશે કે મનુષ્ય પોતાની અંદર અને બહાર તે પરમ પિતાને સતત ઓત પ્રોત રહેલો જોશે.

આવી સ્થિતિ આવતાં મનુષ્યનો આત્મોઘ્વાર થવો નિશ્ચિત છે. એના ગુણ, કર્મ અને સ્વભાવ પરમાત્મા જેવા પાવન પ્રભુની નજીકથી ઉત્કૃષ્ટ અને પવિત્ર બની જશે. પરમાત્માની સમીપતાની સ્થાયી અને સ્પષ્ટ અનુભૂતિ થતાં ભક્તને વિશ્વાસ થઈ શકે કે “પરમાત્મા બધે વ્યાપેલો છે”, એના વગરનું કોઈ સ્થાન નથી. તે અંતર્યામી અને સર્વજ્ઞ છે. પરમાત્માની ઉપસ્થિતિનો વિશ્વાસ થવાના કારણે સૌ પ્રથમ તો માણસ સ્વાભાવિકનો વિશ્વાસ થવાના કારણે સૌ પ્રથમ તો માણસ સ્વાભાવિક રૂપે કશું જ ખોટું નહિ કરે અને જો કદાચ તે ધૃષ્ટતા પૂર્વક એવું કરે, તો તેને એનો કેટલો ભયંકર દંડ મળશે, એની કલ્પના કરી શકાય નહીં.

ઉપાસનાનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે તેના દ્વારા પરમાત્માનું વધારેમાં વધારે સાન્નિધ્ય પ્રાપ્ત કરવામાં આવે, જેના દ્વારા પરમ પિતાની એવી કૃપા મેળવી શકાય, જેનાથી આપણી આત્મને મુકિત મળી શકે. આવું ત્યારે જ શક્ય બની શકે છે, જ્યારે આપણી ઉપાસના નિર્લોભ તથા નિષ્કામ હોય અને આપણી જીવન પદ્ધતિ અને ગતિવિધિ ઉપાસનાને અનુરૂપ જ મહાન અને પવિત્ર હોય.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment