મહાકાળની સેવા (અધઃપતનનું નિવારણ) આંદોલન પર એક દૃષ્ટિ

મહાકાળની સેવા (અધઃપતનનું નિવારણ) આંદોલન પર એક દૃષ્ટિ ,
સૌના માટે સરળ ઉપાસના સાધના

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।

આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .

મહાકાળની સેવા (અધઃપતનનું નિવારણ)
(૧) આજનો યુગ મુશ્કેલીઓ, પીડાઓ અને તણાવનો યુગ છે. વ્યક્તિ અને સંપ્રદાયથી લઈને સમગ્ર વિશ્વના દેશો અંદરોઅંદર લડી રહ્યા છે. આ બધી મુશ્કેલીઓ, પીડાઓ અને અભાવનાં જુદાંજુદાં કારણો ગણાવી શકાય, પરંતુ આ બધાં કારણોનું એક મૂળ કારણ પણ છે. યુગનિર્માણ મિશનના સ્થાપક વેદમૂર્તિ તપોનિષ્ઠ પં.શ્રીરામ શર્મા આચાર્યજીએ તેનું મૂળ કારણ ‘અજ્ઞાન’ કહ્યું છે.
(૨) કયું અજ્ઞાન ? એ અજ્ઞાન કે લોકો જાણતા જ નથી કે તેમને આ માનવજીવન શા માટે મળ્યું છે. લોકો તેને જાણતા નથી એટલે એને અનુરૂપ જીવન જીવતા નથી, પશુવૃત્તિઓવાળું જીવન જીવે છે. બધું જ મારા માટે, સૌથી પહેલાં મારા માટે, બીજાની ચિંતા ન કરો. જે કોઈ ઉપાયથી મળે તેનાથી પ્રાપ્ત કરો, આગળ શું થશે એ ન વિચારો. આવી નીતિથી મનુષ્ય જીવન જીવી રહ્યો છે.
આ ભૂલનું કારણ અજ્ઞાન છે. બધાં દુખો તથા ઊણપના મૂળમાં અજ્ઞાનતા જ છે. જ્યાં સુધી આ અજ્ઞાનતા જળવાઈ રહેશે ત્યાં સુધી મુશ્કેલીઓ, પીડા અને અભાવ ઓછાં નહિ થાય.
(૩) તો શું કરીએ ? છેલ્લાં ૬૦ વર્ષથી પૂજ્ય ગુરુદેવ પોતાની કલમ, વાણી અને કાર્યો દ્વારા લોકોને આ પ્રશ્નનો જ જવાબ બતાવતા અને સમજાવતા રહ્યા છે કે સદ્બુદ્ધિથી, સામૂહિકતાની ભાવનાથી અજ્ઞાન મરશે અને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી આસુરી વૃત્તિઓ અને આસુરી કર્મો જ્ઞાનની અસંખ્ય જ્વાળાઓથી બળી જશે. એટલા માટે લોકોના મનમાં આ જ્વાળાને પ્રગટાવો. હે પ્રજ્ઞાનાં સંતાનો, જ્ઞાનનો યજ્ઞ કરો.’
(૪) આ યુગના અધિપતિ ભગવાન મહાકાળ છે. તેમના નિર્દેશથી જ અજ્ઞાની મનુષ્ય દ્વારા સર્જવામાં આવેલી વિનાશની પરિસ્થિતિઓનો ધ્વંસ થઈ રહ્યો છે. એટલા માટે જ્ઞાનયજ્ઞ મહાકાળની સેવા છે. આથી પોતાની સંપૂર્ણ શક્તિ વાપરીને જ્ઞાનયજ્ઞ કરો અને મહાકાળના આશીર્વાદ તથા રક્ષણ પ્રાપ્ત કરો.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment