સમયનો સદુપયોગ કરો, યુગ ઋષિની અમર વાણી
October 2, 2008 Leave a comment
સમયનો સદુપયોગ કરો :
મનુષ્ય જ્યારે સમયની ઉપયોગિતા સમજવા લાગે છે ત્યારે જ તેનામાં મહત્તા, યોગ્યતા જેવા અનેક ગુણ આવવા લાગે છે. મનુષ્યમાં ગમે તેટલા ગુણ કેમ ન હોય પરંતુ જ્યાં સુધી તે સમયની કદર કરતાં નથી શીખતો, ત્યાં સુધી એને કોઈ લાભ મળતા નથી. જો સાચું પૂછો તો સમય બગાડવાવાળાને ક્યારેય પણ સારી તક મળતી નથી.
જે મનુષ્ય સમયને વ્યર્થ ગુમાવે છે તે તેટલા જ સમયમાં પ્રયત્ન કરતાં ઘણી બધી સફળતાઓ મેળવી શક્યો હોત.જે મનુષ્ય પોતાનું કર્તવ્યપાલન કરવા ઇચ્છે છે, જે વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવાને ઇચ્છુક છે, તેણે સૌથી પહેલાં આ જ પાઠ ભણવો જોઈએ. પોતાની યોગ્યતા, શક્તિ અને સાધનોની ફરિયાદ છોડીને એણે એ સમજવું જોઈએ કે સમય જ મારી સંપત્તિ છે અને એમાંથી જ લાભ ઉઠાવવા માટે મારે પ્રયત્નશીલ રહેવું જોઈએ. કેટલા દુ:ખની વાત છે કે લોકોને બગાડવા માટે ઘણો જ સમય મળી શકે છે પરંતુ કાર્યમાં લગાવવાને માટે તેનો એકદમ અભાવ રહે છે.
સંસારની સૌથી વધુ ભલાઈ તે જ લોકો દ્વારા થઈ, જેમણે ક્યારેય પોતાની એક ક્ષણ પણ બગાડી નથી. આપણે ઉત્તમ અવસરોના આશ્રયે ન બેસતાં સાધારણ સમયને ઉત્તમ સમયમાં પરિવર્તિત કરવો જોઈએ અને આ જ સફળતા પ્રાપ્ત કરવાનો એક બહુ મોટો સિદ્ધાંત છે.
પ્રતિભાવો