૮૦. હિંમત પેદા કરો, જીવનસંઘર્ષના યોદ્ધા બનીએ
November 13, 2008 Leave a comment
હિંમત પેદા કરો
ભાગ્યોદય, વરદાન, અનુગ્રહ, ઉદારતા, અનુકંપાના નામે ઘણું બધું મળવવાની ઈચ્છા થાય છે, પણ આ બધું ભેગું થઈને પણ ઝાકળબિંદુઓના કણોથી અધિક કંઈ નથી બની શક્તું.
મોતી તો પરસેવામાંથી ટપકે છે.
દોલત તો હાથ ભેગી કરે છે.
પ્રગતિ માટે હિંમતથી ઓછામાં કામ ન ચાલે.
કોઈ ગમે તેટલો સરંજામ ભેગો કરી લે, પણ એને સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ કર્યા વિના કંઈ કામ નથી લાગતો.
શક્તિનો મહિમા તો ખૂબ છે, પણ માત્ર તે તેની પાસે જ રહે છે, જે તેના સુસંચાલનની વિધાનો જાણકાર હોય.
પ્રતિભાવો