વિચારો જ કર્મનું બીજ છે :-

વિચારો જ કર્મનું બીજ છે  :-

પરમપિતા પરમાત્માએ સૃષ્ટિમાં કંજૂસાઈ, જાતિબંધન કે ગરીબાઈને સ્થાન આપ્યું નથી. આ ખરાબ બાબતો સમાજમાં નથી, પરંતુ આપણા અંતરના નકામા ઘાસની જેમ ઊગી નીકળી છે. અંત:કરણમાં પેદા થઈને એણે આપણું આત્મબળ તથા સામર્થ્ય હરી લીધું છે. આના લીધે જ અનેક વ્યક્તિઓમાં શરીરનું પરિવર્તન તો સ્પષ્ટ દેખાય છે, પરંતુ મન, બુદ્ધિ, અંતકરણ તેમજ સમૃદ્ધિનો વિકાસ જરાપણ દેખાતો નથી.

આ જગતમાં દુ:ખ આપનાર માત્ર એક જ બાબત છે અને તે છે મનુષ્યનાં દુષ્કર્મો.વિચાર અને કર્મમાં કોઈ ભેદભાવ નથી.વિચાર એ બી છે અને કર્મ એ બીમાંથી બનેલું વૃક્ષ છે. સુખ અને દુ:ખ એ એનાં કડવાં અને મીંઠા ફળ છે. એ ખૂબ દુ:ખની વાત એ કે સમૃદ્ધિનો ભંડાર આ જગતમાં હોવા છતાં પણ આપણે આપણા આત્માને સંકુચિત બનાવી દઈએ છીએ. એમાં દુર્ભાગ્યના નિરુત્સાહી વિચારો ભરી દઈએ છીએ અને ભયંકર દરિદ્રતા તથા ગરીબીના વિચારોથી ઘેરાયેલા રહીએ છીએ.

આપણે દરિદ્ર સંસ્કારોથી જેટલા પ્રમાણમાં લેપાતા જઈએ છીએ એટલા જ વધારે દુ:ખી થઈએ છીએ.આ આપણી સૌથી મોટી ભૂલ છે. મનમાં ગરીબીના વિચારોને ઘૂસવા જ ન દો. મારી બુદ્ધિ મંદ છે, ભાગ્ય ફરી ગયું છે, મારા નસીબમાં ગરીબાઈ જ લખાયેલી છે,આવા વિચારોને મનમાંથી કાઢી નાંખો તો અવશ્ય તમારું જીવન પરિપૂર્ણ તથા ઐશ્વર્યથી ભરપૂર બને જશે.

-અખંડજયોતિ, સપ્ટેમ્બર-1945 પેજ-196

 

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to વિચારો જ કર્મનું બીજ છે :-

  1. આપણે દરિદ્ર સંસ્કારોથી જેટલા પ્રમાણમાં લેપાતા જઈએ છીએ એટલા જ વધારે દુ:ખી થઈએ છીએ.
    HOW TRUE!

    http://www.yogaeast.net
    http://www.bpaindia.org

    Like

Leave a comment