પરાજય વિજયનું પ્રથમ પગથિયું છે.

પરાજય વિજયનું પ્રથમ પગથિયું છે.

જો ખરા મનથી પ્રયત્ન કરવા છતાં તમે સફળ ના થાવ તો કોઈ વાંધો નથી. જો વિજયના માર્ગ આગળ વધતાં પરાજ્ય મળે તો તે ખરાબ બાબત નથી. પ્રત્યેક પરાજયથી વિજયની દિશામાં આગળ વધાય છે. તે ઉચ્ચતર ધ્યેયનું પ્રથમ પગથિયું છે.

આપણે દરેક પરાજય એ સ્પષ્ટ કરે છે કે અમુક બાબતમાં આપણે પાછળ છીએ અથવા કોઈ વિશિષ્ટ સાધન તરફ આપણે પૂરતું ધ્યાના આપતા નથી. જયાં આપણી નિર્બળતા છે, જ્યાં મનોવૃત્તિ વિખરાયેલી છે, જ્યાં વિચાર અને ક્રિયા એકબીજાની વિરુદ્ધદિશામાં જઈ રહયાંછે, જ્યાં દુ:ખ, ક્લેશ, શોક,મોહ, પરસ્પર વિરોધી ઈચ્છાઓ આપણને ચંચળ બનાવીને એકાગ્ર થવા દેતાં નથી એ તરફ પરાજ્ય આપણું ધ્યાન ખેંચે છે.

પ્રત્યેક પરાજય આપણને કંઈક ને કંઈક શિખવાડી જાય છે. મિથ્યા કલ્પનાઓને દૂર કરીને આપણને સબળ બનાવે છે. આપણી વેરવિખેર વૃત્તિઓને એકાગ્રતાનું રહસ્ય શિખવાડી જાય છે. અનેક મહાપુરુષો માત્ર એ જ કારણે સફળ થયા હતાં કે એમને પરાજયનો કડવો સ્વાદ ચાખવો પડ્યો હતો.

અખંડજ્યોતિ, ફેબ્રુઆરી-1948, પેજ-1

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment