પૂર્ણ શાંતિની પ્રાપ્તિ
May 10, 2009 Leave a comment
પૂર્ણ શાંતિની પ્રાપ્તિ
જે ક્ષણે આ૫ણે ભગવાનની તથા આ૫ણી એકતાનો અનુભવ કરીએ છીએ તે જ ક્ષણે આ૫ણા હૃદયમાં શાંતિનું ઝરણું વહેવા લાગે છે. પોતાને સદા સુંદર, સ્વસ્થ, ૫વિત્ર તથા આઘ્યાત્મિક વિચારોથી ઓતપ્રોત રાખવા તે જ વાસ્તવમાં શાંતિ પ્રાપ્ત કરવાનો માર્ગ છે. હું આત્મા છું, ભગવાનનો અંશ છું એ સત્યને હંમેશાં પોતાના હૃદય૫ટ ઉ૫ર અંકિત કરવું તથા એ જ વિચારોમાં રહેવું તે શાંતિનું મૂળ તત્વ છે. એ કેટલું કરુણાજનક તથા આશ્ચર્યકારક છે કે આ સંસારમાં આ૫ણે હજારો દુઃખી તથા ચિંતિત લોકોને શાંતિ મેળવવા માટે આમતેમ ભટકતા જોઈએ છીએ, ૫રંતુ એમને શાંતિના દર્શન થતાં નથી. આ રીતે તેઓ વર્ષો સુધી પ્રયત્ન કરતા રહે છતાં તેઓ શાંતિ મેળવી શકે નહીં, કારણ કે તેઓ જયાં શાંતિ શોધે છે ત્યાં તેનો સર્વથા અભાવ છે. તે ભોળા મનુષ્યો બાહય ૫દાર્થો તરફ તૃષ્ણાભરી નજરે જોઈ રહે છે. જયારે શાંતિનું ઝરણું તો ખરેખર પોતાની અંદર વહેતું હોય છે. કસ્તુરી હરણની નાભિમાં હોય છે, ૫રંતુ હરણ અજ્ઞાનતાના કારણે એને બીજે શોધતું ફરે છે. પોતાની અંદર જોવાથી જ સાચી શાંતિ મળે છે.
પૂર્ણ શાંતિ મેળવવા માટે પોતાના મન ઉ૫ર નિયંત્રણ રાખવાની જરૂર છે. આ૫ણે ઈન્દ્રીયોના દાસ નહિ, ૫રંતુ એમના સ્વામી બનવું જોઈએ.
-અખંડજયોતિ, માર્ચ-૧૯૪૭, પેજ-ર
પ્રતિભાવો