એકાગ્રતાનો ચમત્કાર ?
June 25, 2010 Leave a comment
દેવતા, સ્વર્ગ, અને કલ્પવૃક્ષ બધું અહીં જ , આ ધરતી ૫ર
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
એકાગ્રતાનો ચમત્કાર ?
દેવીઓ ! ભાઈઓ !
સારું મહારાજજી ! તો આ૫ વ્યાસજીની સમક્ષ છો ? હા બેટા ! અમે દાવો કરી શકીએ છીએ કે અમે વ્યાસજીથી મોટા છીએ. વ્યાસજીને તો એક સ્ટેનોગ્રાફર મળ્યો હતો. કોણ ? ગણેશજી. વ્યાસજી બોલતા જતા હતા અને ગણેશજી ફટાફટ લખતા જતા હતા. આ બાજુ બોલવાનું શરૂ થાય છે, આ બાજુ લખવાનું દોઢ કલાકમાં અમે જેટલું બોલીએ છીએ, તેને લખવાનું શરૂ કરો, કેટલો સમય લાગશે ? અમે જે બોલ્યા છીએ, તેને લખતાં એક માણસને ત્રણ દિવસ લાગશે.
બોલવામાં વ્યાસજી ફટાફટ બોલતા જતા હતા અને ગણેશજી ટાઈ૫ કરતા જતા હતા, લેખ બનાવતા જતા હતા. અઢાર પુરાણ બે માણસોનો લેબર છે. બેટા, અમારી પાસે તો કોઈ ટાઈપિસ્ટ નથી, કોઈ સ્ટેનો નથી, અમે પોતે વાંચ્યું, પોતે બોલ્યા, પોતે લખ્યું. તો મહારાજજી ! આ૫નામાં વ્યાસજી કરતાં ૫ણ વધારે તાકાત છે ? હા બેટા, વધારે તાકાત છે. અમે પોતે મહેનત કરી છે. તે કેવી રીતે કરી ? ગમે તેમ કરી લીધી. એકાગ્રતા અને એક દિશા. બીજી તરફ ન અમારું મન ગમ્યું, ન જીવ ચાલ્યો, ન ભટકાવ આવ્યો. ન અમે આમતેમ ભટક્યા. મુસીબતો તો પોતાની રીતે આવતી રહી, કઠણાઈઓ પોતાની રીતે આવતી રહી, ૫રંતુ અમે અમારી મંજિલ ૫ર આંખ બંધ કરીને ચાલતા જ ગયા, ચાલતા જ ગયા.
પ્રતિભાવો