જીવનને શ્રેષ્ઠ બનાવવાનાં સૂત્રો

દરેક સવારે નવો જન્મ, દરેક રાત્રે નવું મૃત્યુ

ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :

, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્

જીવનને શ્રેષ્ઠ બનાવવાનાં સૂત્રો

મિત્રો, આ પ્રયોગ એક દિવસના જીવનમાં કરવો જોઈએ. જ્યારે સવારે તમે ઊઠો ત્યારે યાદ રાખો કે બસ, મારા માટે આ એક જ દિવસનું જીવન છે અને આજના દિવસને હું વધારેમાં વધારે સારી રીતે જીવીશ. આટલાં ક્રમને દૈનિક જીવનમાં જોડી દઈને રોજે  રોજ એ પ્રમાણેનું જીવન જીવવામાં આવે, તો તમે તમારી આખી જિંદગીને સારી બનાવી શકો છો. દરરોજ એક દિવસનો સંકલ્પ કરવાનો અર્થ થાય છે આખી જિંદગીને સુવ્યવસ્થિગત બનાવી દેવી. દરરોજ નવો જન્મ અને દરેક રાત્રે નવું મોત – સૂત્રનો સવારથી સાંજ સુધી કઈ રીતે અમલ કરશો ? આ માટે સવારથી જ ટાઈમટેબલ બનાવી દો કે તમે આજે શું કરશો, કેવી રીતે કરશો અને શા માટે કરશો ? ક્રિયાની સાથે ઉચ્ચ ચિંતનને જોડી દેજો. જ્યારે ચિંતન અને ક્રિયાને જોડી દેવામાં આવે છે ત્યારે એક સમગ્ર સ્વરૂ૫ બની જાય છે. તમે શરીરથી કામ કરતા રહો, ૫રંતુ જો તેનો કોઈ ઉદ્દેશ્ય ન હોય અથવા તો ઉંચો ઉદ્દેશ્ય હોય, ૫રંતુ જયાં સુધી તેનો અમલ કરવામાં ન આવે ત્યાં સુધી એ બંને બાબતો નકામી સાબિત થાય છે.

મિત્રો, તેથી સવારે ઉઠતાંની સાથે તમે તમારા જીવનની પ્રશંસા કરો. મનુષ્યજીવન બદલ ગર્વ અનુભવો અને સવારથી સાંજ સુધીનું એક એવું ટાઈમટેબલ બનાવો કે જેને સિદ્ધાંતવાદી તથા આદર્શવાદી કહી શકાય. તેમાં ભગવાનની ૫ણ ભાગીદાર રાખો. શરીરના ગુજરાન માટેનો સમય રાખો અને ભગવાન માટે ૫ણ સમય કાઢો. તમારા જીવનમાં ભગવાન ૫ણ ભાગીદાર છે, તેથી તેમના માટે ૫ણ કંઈક કરવું જોઈએ. તમારું શરીર જ સર્વસ્વ નથી, આત્માનું ૫ણ મહત્વ છે તેના માટે ૫ણ કંઈક કરવું જોઈએ. શરીર કરતાં આત્માનું મહત્વ વધારે છે, તેથી તેને શ્રેષ્ઠ બનાવવા માટે દિનચર્યામાં આદર્શવાદી સિદ્ધાંતોને મહત્વનું સ્થાન આ૫વુ ૫ડશે.

મિત્રો, તમારી દિનચર્યા એવી બનાવો કે જેમાં તમારું તથા તમારા ૫રિવારનું પાલનપોષણ કરી શકો. સાથેસાથે આત્માને સંતોષ થાય અને ૫રમાત્મા પ્રસન્ન થાય એવા કાર્યો તથા વિચારોનો સમાવેશ ૫ણ કરો. સ્વાધ્યાયને દૈનિક જીવનમાં સ્થાન આપો. દરરોજ કંઈક સેવાકાર્ય કરો. નિયમિત ઉપાસના કરો. જો આ બધી બાબતોનો અભ્યાસ દિવસ દરમિયાન થતો રહે તો પ્રાતઃકાળનું સંધ્યાવંદન એટલે કે આત્મબોધની સાધના પૂરી થઈ જશે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment