બાહ્ય કલેવર નહિ, આંતરિક ઉત્કૃષ્ટતા જોઈએ : ધર્માચાર્યોને સંદેશ
January 25, 2016 Leave a comment
બાહ્ય કલેવર નહિ, આંતરિક ઉત્કૃષ્ટતા જોઈએ :
લાગે છે કે કયાંક બહુ મોટી ગરબડ થઈ ગઈ છે. એકને બદલે બીજું સમજી લીધું છે, માત્ર કલેવરને જ સર્વસ્વ માની લેવામાં આવ્યું છે અને ઉપાસકે પ્રાણવાન બનવું જોઈએ તે વાતને ભૂલી જવામાં આવી છે. પૂજાપાઠની સાથે સાથે આઘ્યાત્મવાદીની જીવન ચર્યા ૫ણ ઉચ્ચ કક્ષાની હોવી જોઈએ. તેના વ્યકિતત્વમાં પ્રામાણિકતા તથા ઉત્કૃષ્ટતાનો ઊંડો પુટ હોવો જોઈએ.
માત્ર બહાના કલેવરનું ધ્યાન રાખવું પૂરતું નથી. માટીની રમકડાની ગાયથી બાળકનું મન તો બહેલાવી શકાય છે, ૫રંતુ તેની પાસેથી દૂધની આશા રાખી શકાતી નથી. લાકડા માંથી મોટા હાથીની આકૃતિ તો બની શકે છે, ૫રંતુ તેની ૫ર સવારી કરીને લાંબી મંજિલ પૂરી કરી શકાતી નથી. નકલી સિક્કા દેખાવમાં તો અસલી જેવા જ લાગે છે, ૫રંતુ દુકાનદારના હાથમાં ૫હોંચતા જ તે મજાકને પાત્ર બની જાય છે. નકલી તો નકલી જ રહેશે. તેનાથી માત્ર મન બહેલાવી શકાય, ૫રંતુ અસલી જેવું કામ થઈ શકતું નથી.
નકલી અધ્યાત્મ રૂપી રમકડાથી એક મોટું નુકસાન એ થાય છે કે આધ્યાત્મિકતા અને આસ્તિકતા તત્વ જ્ઞાનને જ લોકો અપ્રામાણિક તથા અવિશ્વસનીય માનવા લાગે છે. તેને છેતરપિંડી સમજીને તેનાથી દૂર રહે છે. એવું થવાના કારણે આપ્તવચનોને તથા સંસારનાં ઉચ્ચકક્ષાનાં પ્રતિપાદનોને ભારે ક્ષતિ ૫હોંચે છે અને લોકો નાસ્તિક બનવા માંડે છે. તેની આડમાં અનૈતિકતા, અસામાજિકતા, અરાજકતા તથા અનિચ્છનીય બાબતોની બોલબાલા વધી જાય છે. ઉત્કૃષ્ટતા અને આદર્શ વાદને લોકો બિનજરૂરી માને છે. મહાવત પાસે જો અંકુશ ન હોય તો ઉન્મત્ત થયેલો હાથી ગમે તે દિશામાં ચાલવા માંડે છે અને ગમે તેવો અનર્થ ઊભો કરે છે. આત્મિક તત્વથી સાથે જોડાયેલા ઉત્કૃષ્ટતા, મર્યાદાઓ તથા પુણ્ય ૫રમાર્થના વિચારો જો ઉચ્છૃંખલતાની દિશા તરફ વળી જાય તો માણસ માનવ નહિ રહે. તે પ્રેત તથા પિશાચની જેમ ઉદ્દંડ હરકતો કરવા માંડશે.
અખંડ જ્યોતિ, એપ્રિલ-૧૯૯૦, પૃ. ર૪
પ્રતિભાવો