શકિતશાળીને આનંદ મય જીવન મળે છે, સાધકો માટે સંદેશ
April 15, 2017 Leave a comment
શકિતશાળીને આનંદ મય જીવન મળે છે
ચારેય બાજુ મોરચા ઊભા કરવામાં આવ્યા છે. જો તમે સાવધાન ન રહો, જાગરૂક ના રહો અને પોતાને બળવાન સાબિત ના કરો તો ચારેય બાજુથી એટલાં બધા પ્રહારો થવા લાગશે કે તેનાથી તમે બચી નહિ શકો. એ પરિસ્થિતિમાં ઉન્નતિ કરી શકાતી નથી કે આનંદ મળી શકતો નથી. ઊલટું, શોષણ, અપહરણ, માર અને મૃત્યુ થી બચવું પણ મુશ્કેલ થઈ જાય છે, તેથી સાંસારિક જીવનમાં પ્રવેશ કરતી વખતે આ વાત સારી રીતે સમજી લેવી જોઈએ અને નિશ્ચય કરવો જોઈએ કે ફકત જાગરૂક અને બળવાન માણસ જ આ દુનિયામાં આનંદ મય જીવનનો અધિકારી છે. જે લોકો નિર્બળ, અકર્મણ્ય અને બેપરવાહ સ્વભાવ વાળા છે તેમનું બીજા લોકો દ્વારા ગમે તે રીતે શોષણ થાય છે અને તેઓ આનંદથી વંચિત રહે છે. જેમણે પોતાના અધિકારોનું રક્ષણ કરીને પ્રતિષ્ઠા પૂર્વક જીવવું હોય તેમણે પોતાના દુશ્મનોથી સાવધાન રહેવું જોઈએ અને તેમનાથી બચવા માટ બળ એકઠું કરવું જોઈએ.
જયાં સુધી તમે તમારી યોગ્યતા પ્રગટ નહિ કરો ત્યાં સુધી લોકો તમારા માર્ગમાં અવરોધો ઊભા કરશે, પરંતુ જ્યારે તેમને ખબર પડશે કે તમે શકિત શાળી છો તો તેઓ અકારણ તમારી સાથે મિત્રતા પણ કરશે. બીમાર માણસ માટે પૌષ્ટિક ભોજન ઝેર જેવું સાબિત થાય છે, પરંતુ સ્વસ્થ મનુષ્યને તે બળ આપે છે. જે સિંહ રસ્તે જતા સીધા સાદા માણસોને મારીને ખાઈ જાય છે, એ જ સિંહ સરકસ ના રીંગ માસ્ટરની આગળ પૂંછડી પટપટાવે છે અને તેની આજ્ઞાનું પાલન કરી ઘણી આવક રળી આપવાનું સાધન બની જાય છે.
સારા સ્વાસ્થ્ય વાળા ને બળવાન કહે છે, પરંતુ આજના યુગમાં આ વ્યાખ્યા અધૂરી છે. આજે શરીર બળ, ધન બળ, બુદ્ધિ બળ, પ્રતિષ્ઠા, સાથીઓ તથા સાહસ નું બળ આ બધા ભેગાં મળીને એક પૂર્ણ બળ બને છે. આજના યુગમાં જેની પાસે ઉપરના છ બળોમાંથી મોટા ભાગના બળ હોય તે જ બળવાન ગણાય છે. તમે તમારા શરીરને બળવાન બનાવો, પરંતુ એની સાથે સાથે બાકી ના પાંચ બળ ને પણ એકત્ર કરો. કોઈની સાથે અન્યાય કરવા માટે તે બળનો ઉપયોગ કરો એવું મારું કહેવું નથી, પરંતુ જ્યારે તમને અકારણ સતાવવામાં આવતા હોય ત્યારે આત્મરક્ષણ માટે યોગ્ય રીતે તેમનો પ્રયોગ કરો, જેથી તમને સતાવનારાઓને બરાબર બોધપાઠ મળે. બળવાન બનવું પુણ્ય કાર્ય છે કારણ કે તેનાથી દુષ્ટ લોકોની ખરાબ વૃત્તિ ઓ પર અંકુશ આવે છે અને બીજા કેટલાય દુર્બળોની રક્ષા થઈ જાય છે.
પુરુષાર્થીને જ આનંદ પ્રાપ્ત થાય છે. વિજય લ૧મી બળવાન લોકોના ગળામાં જ વર માળા નાખે છે. આ વસુ ધરા વીરભોગ્યા છે. ઉદ્યમી લોકોને જ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. વીર પુરુષો જ આનંદ તથા ઉલ્લાસભર્યુ જીવન જીવી શકે છે. નિર્બળ તથા દુર્બળ લોકોને આ લોકમાં અને પરલોક માં રડવું તથા પીડાવું પડે છે, તેથી આનંદ મય જીવન જીવવાની ઇચ્છા રાખનાર દરેક વ્યક્તિએ શકિત શાળી બનવું જોઈએ.
અખંડ જ્યોતિ, ઓગસ્ટ-૧૯૪પ, પેજ-૧૬૯,૧૭૦
પ્રતિભાવો