BD-1 : દાનમાં વિવેકની આવશ્યકતા – ૪ | કેટલાક ધાર્મિક પ્રશ્નોનું યોગ્ય સમાધાન
February 8, 2021 Leave a comment
દાનમાં વિવેકની આવશ્યક્તા, કેટલાક ધાર્મિક પ્રશ્નોનું યોગ્ય સમાધાન
ભિક્ષાવૃત્તિ એક પ્રકારનું મહાન ઉત્તરદાયિત્વ છે. જેને ભાર ઉઠાવવાનું સાહસ વિરલ વ્યક્તિઓમાં જ હોય છે. શાસ્ત્રકારોએ ભિક્ષાને અગ્નિની ઉપમા આપી છે, જેમ અગ્નિને ખૂબ જ સાવધાનીપૂર્વક સ્પર્શ કરવાની, પૂર્ણ સતર્કતાથી ને યોગ્ય સ્થાને મુદ્દાની અને વિવેકપૂર્ણ રીતે તેનો ઉપયોગ કરવાની જરૂર પડે છે તેવી જ રીતે ભિક્ષા ગ્રહણ કરવામાં, ગ્રહણ કરીને તેને મૂકવામાં અને પછી તેને ફરીથી ઉપયોગમાં લેવામાં ખૂબ જ સાવધાની રાખવી પડે છે. જેમ થોડીક બેદરકારી રાખવાથી અગ્નિની એક નાની ચિનગારી પણ ભયંકર અને ધાતક પરિણામ લાવે છે, તેવું જ ભિક્ષામાં પણ બને છે. જો ભિક્ષાને ખોટો ઉપયોગ કરવામાં આવે તો મોટા પાયે ભયાનક અનિષ્ટ ઉત્પન્ન થયા વગર રહેતું નથી.
(૧) યજ્ઞ માટે અને (૨) વિપત્તિના નિવારણ માટે આ બે કાર્યો માટે ભિક્ષા માંગવી એવું શાસ્ત્રકારોએ કહ્યું છે. યજ્ઞનો અર્થ છે પુણ્ય પરોપકાર, સત્કાર્ય, લોક–લ્યાણ સુખશાંતિ અને સાત્વિક્તા. જે કાર્યોથી લોકોની ઉન્નતિ અને શ્રેયમાં વધારે થતો હોય તેવાં લોકોપયોગી કાર્યો માટે ભિક્ષા લેવી જોઈએ. શિક્ષણ, સ્વાસ્થ્ય, ઉધોગ, સહયોગ, સુખસગવડ વધારવાં વગેરે કાર્યો માટે જે પ્રયત્ન કરવામાં આવે છે તે તથા માનવીય સ્વભાવમાં સત તત્વને-પ્રેમ, ત્યાગ, ઉદારતા, ક્ષમા, વિવેક ધર્મપરાયણતા, ઈશ્વરભક્તિ, દયા, ઉત્સાહપ્રમ, સેવા, સંયમ વગેરે સદગુણોને વધારવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. એ બંને પ્રકારનાં કાર્યોની શરૂઆતને યજ્ઞ કહેવામાં આવે છે. આજકાલ અનેક સંસ્થાઓ આવાં કાર્યો કરે છે. પ્રાચીન સમયમાં કેટલાક માણસો જીવંત સંસ્થાના રૂપમાં એક નિષ્ઠાથી આવાં કાર્યો કરતાં હતાં. શ્રી ગણેશચંદ્ર વિદ્યાર્થીના મૃત્યુ વખતે શ્રી મહાત્મા ગાંધીએ હતું કે, “વિધાર્થીજી ખુદ એક સંસ્થા હતા.” જેમનું જીવન નિષ્ઠાપૂર્વક બધાં જ પ્રલોભનો અને ભયથી મુક્ત થઈને યથાર્થ લોક્સેવામાં જોડાયેલું રહે છે, તે વ્યક્તિ પણ સંસ્થા જ છે. પ્રાચીન સમયમાં આવી યજ્ઞરૂપ તથા બ્રહ્મપરાયણ વ્યક્તિઓને મુનિ, ઋષિ, પુરોહિત, આચાર્ય, યોગી, સંન્યાસી વગેરે નામથી બોલાવવામાં આવતી હતી. જેમાં સંસ્થાની સ્થાપના માટે આજકાલ ઓફિસો ખોલવામાં આવે છે અને એ ઓફિસોના મકાનનું ભાડું ખર્ચવું પડે છે, તે જ પ્રમાણે તે “સંસ્થા-રૂપી વ્યક્તિઓ ઋષિઓને રહેવા માટે શરીરરૂપી મકાનને ભાડા તરીકે ભોજન, વસ્ત્ર વગેરેને ખર્ચ કરવો પડતો હતો. જેમ મકાનના ભાડા માટે તેમ જ સંસ્થાનાં અન્ય કાર્યો માટે પૈસા એકઠા કરવા પડે છે, તે જ રીતે દાન, પુણ્ય ભિક્ષા વગેરે દ્વારા તે ઋષિ સંસ્થાઓને પૈસા આપવામાં આવતા હતા. તે ઋષિઓનું વ્યક્તિત્વ એટલું બધું ઉચ્ચ હતું કે તેમના વિષે કોઈ પણ જાતની શંકાને સ્થાન ન હતું. તેથી લોકે તેમને પૈસા આપીને તે પૈસાના સદુપયોગ વિશે સંપૂર્ણ નિક્ષિત રહેતા હતા. તેમનો હિસાબ માંગવાની કોઈને જરૂર પડતી નહોતી. ઋષિઓ ભિક્ષામાં મળેલા ધનનો સદુપયોગ પોતાની મેળે જ કરતા હતાં.
દેવપૂજન, દાન, દક્ષિણા વગેરે નામે લોકો પોતાની મેળે જ યોગ્ય અવસરે કોઈને કોઈ બહાને સંસ્કાર, પર્વ, કથા, તીર્થ. પૂજા, અનુષ્ઠાન વ્રત વગેરે પર્વે નિમિત્તે બ્રાહ્મણને દાન આપતા. તે બ્રહ્મપરાયણ સંસ્થા એટલે કે બ્રાહ્મણો દ્વારા થતાં લોકોપયોગી કાયોથી જનતા ખૂબ જ પ્રભાવિત હતી અને તેમની આવશ્યક્તાઓને ધ્યાનમાં રાખીને જરૂરી સાધનો પૂરાં પાડવા માટે ધનની વ્યવસ્થા કરવામાં કોઈ જ કચાસ રાખતી નહોતી.
આ બ્રાહ્મણોની વ્યક્તિગત જરૂરિયાતો તો ખૂબ જ ઓછી હતી. પીપળાનાં નાનાં નાનાં ફળ ખાઈને જીવનનિર્વાહ કરનારા પિપ્પલાદ ઋષિ કહેવાતા. ખેતરમાંથી અનાજ લીધા પછી જે દાણા વેરાયેલા પડ્યા હોય તેને વીણીને તે દ્વારા તેઓ તેમનું ગુજરાન ચલાવતા. રહેવા માટે ઘાસની ઝૂંપડી, પહેરવા માટે કટિવસ્ત્ર, ભોજનમાં દમૂળ આટલી જરૂરિયાત માટે વધારે ખર્ચની જરૂર નહોતી. દાન–દક્ષિણામાં મળેલું ધન તે લોકે મોટે ભાગે લોકલ્યાણનાં કાર્યોમાં વાપરતા હતા. તક્ષશિલા જેવી યુનિવર્સિટીઓ કે જ્યાં ત્રીસહજાર વિધાર્થીઓ ભણતા હતા અને તેમને હજાર આચાર્યો ભણાવતા હતા, તેવી યુનિવર્સિટીઓ એક બે નહીં, પણ સેંકડોની સંખ્યામાં હતી કે જેમાં વિદ્યાર્થીઓ અને આચાર્યનો ભોજન ખર્ચ યુનિવર્સિટી ઉઠાવતી હતી. આ ધન, દાન દ્વારા જ પ્રાપ્ત થતું હતું. સર્જરી અને ચિકિત્સાનાં સર્વોત્તમ સાધનોથી સજજ હોસ્પિટલો આ ઋષિઓ ચલાવતા હતા. જયોતિષ, મનોવિજ્ઞાન, યોગ, ધર્મ, શિક્ષણ નીતિ, ખેતીવાડી, વાણિજ્ય, પશુપાલન, શિલ્પ, રાજનીતિ વગેરે વિષયોની ચર્ચા માટે ઋષિઓની વિચાર સભાઓ બેસતી અને મહત્વપૂર્ણ સંશોધન કરીને તેને લગતી શેધોને ગ્રંથો, ઉપદેશો તથા અનુભવ શાળાઓના રૂપમાં લોકો સમક્ષ રજૂ કરતા. વિમાન, વહાણ, રેડિયો શસ્ત્રો, રસાયણે, વગેરે દ્વારા વૈજ્ઞાનિક પ્રયોગો કરવા માટે ઋષિઓના આશ્રમમાં જ પ્રયોગશાળાઓ હતી. તેમાં હંમેશાં વૈજ્ઞાનિક શોધો થતી. આ પ્રકારનાં કાર્યો પાછળ થતો ખર્ચ દાનમાંથી જ નીકળતો હતો.
તે પ્રાતઃસ્મરણીય બ્રાહ્મણો માત્ર લોકોએ આપેલા દાન ઉપર જ આધાર નહોતા રાખતા, પરંતુ લોકોના ઘેર ઘેર જઈને તેઓ ભિક્ષા પણ માંગતા હતા. આ ભિક્ષાટનમાં મોટું રહસ્ય, મહત્વ અને લાભ રહેલાં છે. ભિક્ષા મેળવવા માટે તે ઋષિઓ એવા લોકોના ઘેર પણ જતા જેઓ સત્સંગ માટે ઋષિઓના આશ્રમમાં જવા માટેનો સમય કાઢી શક્તા નહોતા. લોકોના ઘેર જઈને તેઓ વધારેમાં વધારે પાંચ ગ્રાસ ભિક્ષા જે લેતા. આનાથી વધારે એટલા માટે નહોતા લેતા કે જેથી કોઈના ઉપર વધારે બોજ ન પડે તેની આર્થિક સ્થિતિને કોઈ ઠેસ ન પહોંચે. ભિક્ષા લીધા પછી તે ઋષિઓ ચાલ્યા જતા નહોતા, પણ ભિક્ષા આપનાર દાતાના ઘરની સ્થિતિ વિશે પૂછપરછ કરતા અને તેની મુશ્કેલી દૂર કરવા તેને માર્ગદર્શન આપતા. આ પ્રકારના ભિક્ષાટનથી એ લોકોનાં તો ભાગ્ય ખૂલી જતાં જેમના ઘેર આવા ભિક્ષુકો જતા હતા. બે-ચાર ગ્રાસ અન્ન આપવું કે લેવું એ મહત્વનું નહોતું પરંતુ એ બહાને થોડાક સમય માટે જે લોકોના ઘેર આવા મહાત્માઓ જતા તે લોકો તેમનો ઉપદેશ સાંભળીને ધન્ય થઈ જતા. ગૃહસ્થોને તેમનો સત્સંગ અચાનક જ બીમારી, ગરીબી, કલેશ કલહ અનીતિ, ભય, ભ્રાંતિ વગેરે અનેક દારુણ મુશ્કેલીઓથી દૂર લઈ જતો. આજે વકીલ, ડોકટર, યુનિયનનો નેતા, વૈજ્ઞાનિક, પ્રોફેસર, વગેરેની સલાહ લેવી હોય તો તેના બદલામાં તેમની ખુશામત કરીને તેમને પૈસા આપવા પડે છે, પરંતુ તે સમયે તો બધા જ ગુણોથી યુક્ત ઋષિઓ પાંચ ગ્રાસ ભિક્ષા માગવા માટે લોકોના ઘરે જતા હતા અને એ બહાને લોકોને પોતાની અમૂલ્ય સંપત્તિથી ઉપકૃત કરતા હતા.
આ સિવાય ભિક્ષાનાં બીજાં પણ બે પ્રયોજનો છે એક તો એ કે દાન આપવાથી દાન આપનારને ત્યાગ અને પરોપકારને તથા પુણ્ય કરવાને આત્મસંતોષ પ્રાપ્ત થાય છે અને બીજું એ કે તે ઋષિકલ્પ બ્રાહ્મણોને પોતાના અહંકાર અને અભિમાનને દૂર કરવાની તક મળતી હતી. ભીખ માગીને આજીવિકા ચલાવવાથી તેમનામાં વિનય, નમ્રતા, નિરભિમાન તથા કૃતજ્ઞતા પ્રગટતાં અને ઋણી હોવાનો ભાવ તેમના મનમાં જાગૃત થતો. તેઓ પોતે મનમાં લોકસેવક, પરોપકારી મહાત્મા છે તેવો અહંકાર ઉત્પન્ન ન થાય તે માટે ભિક્ષુક જેવી તુચ્છ સ્થિતિ ગ્રહણ કરતા. આવા ભિક્ષુકોને દાન આપતી વખતે દાન આપનાર પોતાને મહાન ગણતા અને દાન લેનાર ભિક્ષુકે પોતે નિરભિમાની બનતા હતા. આનાથી દાન આપનાર અને લેનારની વચ્ચે સદ્ભયતા ઉત્પન્ન થતી હતી. ભિક્ષા આપનાર કરતાં ભિક્ષા લેનારને વધારે લાભ થતો હતો. આ પરમાર્થ અને તેની પાછળની ભાવનાને કારણે બ્રહ્મજીવી મહાત્માઓ માટે ભિક્ષા લેવાનું વિધાન કરવામાં આવ્યું હતું.
આ પ્રમાણે યજ્ઞ માટે વપરાતી ભિક્ષા બ્રાહ્મણો દ્વારા ગ્રહણ કરવામાં આવતી અને આ પ્રાપ્ત થયેલ ભિક્ષારૂપી દાનને તેઓ લોકકલ્યાણ માટે જનતાની સુખ-સમૃદ્ધિ વધારવા માટે વાપરતા. પોતાનું શરીર અને મન તેમણે પરમાર્થ માટે અર્પણ કર્યું હતું. આ શરીરની ભૂખ-તરસ તથા ટાઢ કે તડકાના નિવારણ માટે થોડાક ધનનો ઉપયોગ થતો હતો. તે પણ યજ્ઞની આહુતિની જેમ ફળદાયક ગણાતો. બ્રાહ્મણોને દાન-દક્ષિણા અને ભિક્ષા આપવાનું આ જ વાસ્તવિક તાત્પર્ય હતું. આથી જ બ્રાહ્મણો ભિક્ષા દ્વારા જીવનનિર્વાહ કરતા હતા. જે વ્યક્તિ કે સંસ્થા લોકહિતના કાર્યો કરે તેને બ્રાહ્મણ કહેવાય. તેને ભિક્ષા માંગવાનો કે સ્વીકારવાનો અધિકાર છે. યજ્ઞાર્થ માટે લેવાતી ભિક્ષા યોગ્ય છે. શાસ્ત્રસંમત છે. બ્રહ્મ કાયો માટે અથવા બ્રહ્મજીવી વ્યક્તિઓ માટે સ્વીકારવામાં આવતી ભિક્ષા લેવી તે ધર્મસંમત.
આ સિવાય ભિક્ષાનું બીજું કારણ વિપત્તિનું નિવારણ છે. સંક્ટગ્રસ્તોનાં સંકટ દૂર કરવા, લેઈને સહાય કરવી એ માનનીય અંતઃકરણનો દિવ્ય સ્વભાવ છે. આ દેવી તત્વને સુરક્ષિત રાખવા અને વિકસિત કરવા માટે મનુષ્યમાં દયા ઉત્પન્ન થાય છે. દુઃખીઓનાં દુ:ખ જોઈને દરેક દયાળુ માણસનું હદય કરુણાથી ભરાઈ જાય છે અને તેની આંખોમાં આંસુ આવી જાય છે. આ દેવી પ્રેરણાથી તૃપ્ત થઈને જ માણસ પરમાત્માની નિષ્ટ પહોંચી શકે છે. બીજાનું દુઃખ જોઈને જે માણસ પથ્થર દિલ બની જાય છે, નિષ્ઠુર બની જાય છે, કઠોર અને સ્વાર્થી બનીને પોતાનામાં મગ્ન બની જાય છે એવા માણસો અસુરતાને પ્રાપ્ત કરી નરપિશાચ જેવું જીવન વ્યતીત કરે છે. પીડિતોની સેવા કરવી જોઇએ તથા દુખીઓનાં દુઃખ દૂર કરવાં જોઈએ. આ માટે શરીર બુદ્ધિ તથા ધન વડે શક્ય હોય તેટલી સહાયતા કરવી જોઈએ. મુશ્કેલીઓ દૂર કરવા માટે ભિક્ષા આપવી જોઇએ.
આગ લાગે. પૂર આવે, દુકાળ, ચોરી, આક્રમણ, અન્યાય તેમજ કમનસીબી વગેરે આકસ્મિક કારણસર જે લોકો નિરાધાર બની ગયા હોય, જેમની સંપત્તિ નાશ પામી હોય, જેઓ પોતાના પગ ઉપર ઊભા રહી શક્તા ન હોય તેમને સહાયતા કરવી જરૂરી છે. જેમનાં શરીર અને મગજની સર્જનશક્તિ નાશ પામી હોય તેમને સહાયતાની જરૂર છે. આ પ્રકારના માણસોને પૈસાની જરૂર વધારે હોય છે, પરંતુ બીજા કેટલાક પીડિતો કે જેમને પૈસાની નહી, પણ શરીર અને બુદ્ધિની સહાયતા જરૂરી છે. શોક, ચિંતા, ક્લેશ, ઉદ્વેગ, ક્લહ નિરાશા, ભય, ઇર્ષા, ક્રોધ, લોભ, તૃષ્ણા, અહંકાર, ભ્રમ, અજ્ઞાન વગેરે અનેક માનસિક મુશ્કેલીઓથી માણસો ઘેરાયેલા હોય છે. તેઓ આ મુસ્કેલીઓથી એટલા જ દુખી થાય છે, જેટલા શારીરિક રોગથી માણસ પીડાય છે. આવા લોકોને જે પૈસાની સહાયતા કરવામાં આવે તો તેનાથી તેમનું દુ:ખ દૂર થતું નથી. એમને તે બુદ્ધિ અને વિવેક દ્વારા જે સહાયતા આપવામાં આવે તે જ સાચી સહાયતા છે. જે લોકો સુખી છે, જેમની પાસે દવા કરાવવાના પૈસા છે તેમને મફત દવા આપવી નિરર્થક છે. તેમને ઉપયોગી ચિકિત્સા સ્થળ બતાવીને ત્યાં સુધી પહોંચવામાં ક્રિયાત્મક સહાયતા કરવી તેમના માટે પૂરતી છે. જો કોઈ અમીર વ્યક્તિને ક્ષયરોગ થયો હોય તો તેને મફત દવા આપવાની જરૂર નથી, પરંતુ તેને તે રોગ દૂર કરવાની વિધિ તેમજ યોગ્ય દવાખાનું બતાવવું જોઈએ. આ પ્રકારની સહાયતા કરવી અને તેને યોગ્ય સાધન મળે તેવી વ્યવસ્થા કરવી પૂરતી છે.
ગરીબ માણસને માત્ર પૈસા આપવાથી કમ નથી ચાલતું. તેની ગરીબી દૂર કરવા તેને કોઈ ધંધામાં લગાડી દેવો જોઇએ. ઘણા બધા ગરીબો એવા છે કે જે શારીરિક દ્રષ્ટિએ કામ કરવા યોગ્ય હોય છે. ઘણા બધા માણસો અપંગ, આંધળા તથા અસમર્થ હોય છે. જે તેમના બાકીનાં અંગોથી કામ કરીને પોતાની આજીવિકા રાખી શકે છે. જેમકે લંગડો માણસ પોતાના હાથ વડે કામ કરી શકે છે. આંધળા, બહેરા તથા બોબડા માણસો પણ હાથ વડે કામ કરી શકે છે. જે શારીરિક દૈષ્ટિએ અપંગ હોય તેમને જો ભણાવવામાં આવે છે તેઓ વાણી, વિચાર અને બુદ્ધિથી શિક્ષક વગેરે બની શકે છે. ગરીબ અને આસમર્થ વ્યક્તિઓને શરૂઆતમાં તાત્કાલિક સહાયતાની જરૂર પડે છે, પરંતુ તેમની સાચી સહાયતા તો એ છે કે તેમને સમજાવી પટાવીને કંઈક કામ કરવા, સ્વતંત્ર રીતે કોઈ ધંધો કરવા અને જરૂરી કામ શોધવાની વ્યવસ્થા કરવી. એ જ પ્રમાણે આગ લાગે પૂર, દુષ્કાળ, આક્રમણ, ચોરી વગેરેથી પીડિત વ્યક્તિઓને શરૂઆતમાં તાત્કાલિક મદદ કરીને પછી તેમને તેમના પગ ઉપર ઊભા રહેવામાં મદદ કરવી જોઈએ. વિપત્તિમાં સપડાયેલા માણસને શરૂઆતમાં પૈસાની જરૂર હોય છે, પરંતુ ખરેખર તે તેમને મુશ્કેલીઓમાંથી બહાર લાવવા માટે જરૂરી સાધન અને મનોબળની જરૂર છે.
કાયમ માટે એવા વિપતિગ્રસ્ત માણસોને ભિક્ષા ગ્રહણ કરવાનો અધિકાર છે કે જેઓ શરીર અને બુદ્ધિથી કામ કરવા તદ્દન અસમર્થ હોય. જેમને નજીના કુટુંબીઓ દ્વારા થોડીક પણ સહાયતા ન મળતી હોય એવા અનાથ ગરીબ, રોગી, બાળક પાગલ, અતિ વૃદ્ધ અપંગ, રક્તપિત્તિયા વગેરે અસ્પૃશ્ય રોગોવાળા લોકો કાયમ માટે દાનના અન્ન વડે પોતાનો નિર્વાહ ચલાવે છે. આવા લોકોના જીવનની રક્ષા માટે જીવનપયોગી અન્ન, વસ્ત્ર તેમજ મકાન વગેરેની વ્યવસ્થા કરવી સમાજનું કર્તવ્ય છે.
અહીંયાં સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ કે મુશ્કેલીઓમાં ફસાયેલા માણસોએ બીજા લોકોની એવી મદદ જ સ્વીકારવી જોઈએ કે જે તેઓ પોતે પોતાની શક્તિ દ્વારા નથી મેળવી શક્તા. તે સહાયતા તેમણે એટલા જ પ્રમાણમાં અને એટલા જ સમય માટે સ્વીકારવી જોઇએ કે જ્યાં સુધી તેઓ પોતાના પગ ઉપર ઊભા ન રહી શકે. ત્યારબાદ જે સહાયતા તેઓ સ્વીકારે તેને દેવું સમજીને ગ્રહણ કરે અને મનમાં દઢ સંકલ્પ કરે કે સમય આવ્યે તે મદદ બીજા દુઃખી લોકોને વ્યાજ સાથે ચૂકવી દેશે. અસહાય અને અસમર્થ વ્યક્તિઓએ ભિક્ષાના બદલામાં લોકલ્યાણની શુભકામનાઓ. આશીર્વાદ પ્રાર્થનાત્મક સદભાવનાઓ આપતા રહેવું જોઈએ અને મનમાં યાદ રાખવું જોઈએ કે આ જન્મમાં અથવા આગલા જન્મમાં તે આ ઋણને ચૂકવી દેશે.
દાન લેનાર અને દાન આપનાર આ બન્નેના મનમાં આ પ્રશ્ન થવો જોઈએ કે આ ધનનો ઉપયોગ ૧) યજ્ઞ માટે (૨) વિપત્તિના નિવારણ માટે જ થાય છે ને ? આ બંને કાર્યો સિવાય ત્રીજા કોઈ કાર્યમાં તો નથી થતો ? આ પ્રશ્નનું સમાધાન થઈ જાય પછી જ દાન આપવું અને લેવું જોઈએ. વિશ્વમાં શારીરિક, માનસિક નૈતિક સામાજિક, આર્થિક તથા આધ્યાત્મિક વિભૂતિઓના સંવર્ધન માટે તેમજ પાપો અને તાપ દૂર કરવા માટે જે પ્રયત્ન કરવામાં આવે છે તેને યજ્ઞ કહે છે. અને વિપત્તિગ્રસ્ત માણસોને પોતાના પગ ઉપર ઊભા કરવામાં તેમજ અસમર્થોના જીવનની રક્ષા માટે જે કાર્યો કરવામાં આવે છે તે “વિપત્તિના નિવારણ” પ્રકારમાં આવે છે. આ કાર્યો માટે પૈસા, સમય, બળ, બુદ્ધિ અને જરૂર પડે તો પોતાના પ્રાણ પણ આપી દેવા જોઈએ. આ દાનની શાસ્ત્રીય મર્યાદા છે.
ઉપરોક્ત શાસ્ત્રોકત મર્યાદા સિવાય અન્ય હેતુઓ માટે જો દાન આપવા કે લેવામાં આવે તો તે સર્વ પ્રકારે અનિષ્ટકર ઘાતક, ભયંકર પરિણામ ઉત્પન્ન કરનાર તથા પાપ કર્મ છે. અશાસ્ત્રીય ભિક્ષા પાપ, અનાચાર, દુઃખ, દુર્ગુણ તેમજ નરક જેવી સૃષ્ટિ પેદા કરે છે. આવી ભિક્ષા ખરેખર એક શરમજનક વસ્તુ છે. બધી જગ્યાએ ભિક્ષા માગવાની સ્થિતિને મૃત્યુ સમાન ક્ટદાયક તથા અપમાનજનક ગણવામાં આવે છે. ખરેખર અશાસ્ત્રીય ભિક્ષા નિદનીય છે. તે નીચતા, હીનતા, નિર્જતા અને પશુતાને પ્રક્ટ છે છે.
આપણા દેશ અને ધર્મનું એ દુર્ભાગ્ય છે કે આજે અશાસ્ત્રીય ભિક્ષા ઉપર જીવનનિર્વાહ કરનાર મનુષ્યોની સંખ્યા લાખોની છે. છેલ્લી વસ્તી ગણતરી અનુસાર આખા ભારતમાં ભિખારીઓની સંખ્યા પ૬ લાખની છે. આમાંથી ભિક્ષાના ખરેખર અને સાચા અધિકારી આંગળીના વેઢે ગણાય તેટલા જ હશે. લોકલ્યાણ તથા લોક્સેવાનાં કાર્યોમાં તન, મન, ધનથી લાગેલા વિદ્વાન નિ:સ્પૃહી બ્રાહ્મણોની સંખ્યા ખૂબ જ ઓછી છે. પોતાનું સર્વસ્વ ત્યાગીને લોકોની સેવામાં લાગેલા સંન્યાસીઓને દીવો લઈને શોધવા નીકળવું પડે. આ પ૬ લાખ ભિખારીઓમાં પાંચ લાખ ભિખારીઓ પણ ભાગ્યે જ એવા નીકળશે જે ખરેખર શાસ્ત્રોક્ત ભિક્ષાના અધિકારી હોય. બાકીના સાડા પંચાવન લાખ ભિખારીઓ તો એવા મળશે કે જેમણે ભિક્ષાને એક લાભદાયક વ્યવસાય માની લીધો છે.
બ્રાહ્મણત્વના બધા જ ગુણો વિનાના માણસો પણ પોતાને એ આધાર ઉપર ભિક્ષાના અધિકારી માને છે કે પોતે બ્રાહ્મણોના વંશજ છે. આ ખોટો દાવો છે. બ્રાહ્મણત્વ એ કોઈ મિલક્ત નથી કે દરેક પેઢીને તે વારસામાં મળે. જે વ્યક્તિમાં બ્રાહ્મણત્વના ગુણો સ્વભાવથી જ હોય તેણે ભિક્ષા માંગવી જોઈએ. પરંતુ જો તેના પુત્રમાં તે ગુણો ન હોય તો તેને બ્રાહ્મણત્વના ગુણો દ્વારા મળતી ભિક્ષા ગ્રહણ કરવાનો કોઈ અધિકાર નથી. આ જ પ્રમાણે જે લોકે સંસારને મુક્તિ અપાવવા પોતાની મુક્તિનો ત્યાગ કરે છે તે સંન્યાસી જ પોતાની આ સેવાના બદલામાં લોકો પાસેથી ભિક્ષા મેળવી શકે છે. જે માણસો માત્ર પોતાની મુક્તિ માટે પ્રયત્નશીલ રહે છે. દુનિયાને ખોટી કહે છે. લોકસેવાથી દૂર રહે છે તેઓ સ્વાર્થી છે. તેઓ માત્ર પોતાના લાભ માટે જ પ્રયત્નો કરે છે. તે લાભ પછી ધનનો હોય, સ્વર્ગને હોય કે મુક્તિનો હોય. જે રીતે ધન કમાવામાં રચ્યોપચ્યો રહેનાર વેપારી ભિક્ષાનો અધિકારી નથી તેવી જ રીતે માત્ર પોતાની મુક્તિ માટે પ્રયત્નશીલ રહેનાર સંન્યાસી પણ ભિક્ષાનો અધિકારી નથી. જે સંસાર જૂઠો હોય તો ભિક્ષા પણ જૂઠી છે. તે જ્યારે સંસારની સેવા કરવાના કાર્યની ઉપેક્ષા કરે છે, પોતાની જાતને તેનાથી અલગ માને છે તો પછી, ભિક્ષાથી પણ તેણે અલગ રહેવું જોઈએ. તેની પણ તેણે ઉપેક્ષા કરવી જોઈએ. ભગવાનનું ભજન કરવું એ એક વ્યક્તિગત નિત્યકર્મ છે. સ્નાન, ભોજન, વ્યાયામની જેમ ભજન પણ અત્યંત લાભદાયક નિત્યકર્મ છે. ભજન કરવું એટલે બીજા માણસ ઉપર ઉપકાર કરવો એવું નથી અને ભજન કરવાથી કોઈને ભિક્ષા મેળવવાનો અધિકાર પણ મળતો નથી
આજે જોવામાં આવે છે કે ધર્મના નામે કે ગરીબીના નામે જુદા જુદા આડંબરો કરીને ભિક્ષા મેળવવામાં આવે છે. આવા ઢોંગથી માણસોના પૈસા બરબાદ થાય છે અને સાથે સાથે તેમના મગજમાં અંધવિશ્વાસ, ભ્રમ, ભય, અજ્ઞાન અને અવિચાર વગેરે પણ પ્રવેશે છે. પુરુષાર્થ, પ્રયત્ન, કર્મ અને સાહસને છોડીને લોકો આકાશમાંથી દેવતાઓ સુવર્ણ, પુષ્પ વગેરે વરસાવે તેની રાહ જુએ છે. અનેક લોકો પોતાનાં કાર્યોમાં રહેલા દોષો જોવાને બદલે તેમાં દેવતાઓના કોપની કલ્પના કરીને નિરાશ બની જાય છે. ધર્મનો આડંબર કરીને જીવનનિર્વાહ ચલાવનાર માણસોમાં વિદ્યા, વિવેક, જ્ઞાન, અનુભવ, તપ વગેરે સદગુણો તો હોતા જ નથી અને આવા સદગુણો ન હોવાથી તે ખોટા આધારોને સ્વીકારે છે. પોતાને તેઓ દેવતાઓના પ્રતિનિધિ, કૃપાપાત્ર કે એજન્ટ ગણાવે છે, જેથી ભોળી પ્રજા દેવકૃપા પ્રાપ્ત કરવા માટે તેમનું પૂજન કરે. આવા ઢોંગ જનતામાં અંધવિશ્વાસ પેદા કરે છે. તેનાથી સંસારમાં ભયંકર અનિષ્ટ ઉત્પન્ન થાય છે. ગરીબીનો ઢોંગ કરીને ભિક્ષા માગનારા ઘણા બધા માણસો એવા હોય છે કે જેઓ મહેનત કરીને પોતાને જીવનનિર્વાહ ચલાવી શકે, પરંતુ તેમને તો મહેનત કર્યા વગર આસાનીથી જો ભિક્ષા મળતી હોય તો પછી તેઓ પરસેવો શા માટે પાડે? તેઓ ગરીબી, બીમારી કે મશ્કેલીનું બહાનું કાઢીને ભિક્ષા માગે છે. કેટલાક અત્યંત નીચ કોટીના ભિખારીએ તો વધારે પૈસા કમાવા માટે રૂંવાડાં ઊભાં કરી દે તેવાં કાર્યો કરે છે. તેઓ પોતાના શરીરમાં પોતાની મેળે જ ઘા પાડે છે. પોતાનાં બાળકોની આંખો, હાથ, પગ તોડી નાખે છે. આ ઘણિત કાર્ય તેઓ એટલા માટે કરે છે કે લોકો દયા ખાઈને તેમને વધારે પૈસા આપે. ગાયના વાછરડાને પાંચ પગવાળો અથવા વધારે અંગવાળો બનાવવા માટે કસાઈઓ દ્વારા અંગોનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. એક વાછરડાનો પગ કાપીને એને બીજા વાછરડાની પીઠ ઉપરની ચામડી કાપીને એ કસાઈઓ સાંધી દે છે અને જ્યાં સુધી તે ઘા રૂઝાઈ ન જાય ત્યાં સુધી તે વાછરડાને બાંધી રાખવામાં આવે છે. જેથી તે જરા પણ હાલી ચાલી ન શકે. જ્યારે તે પગ જોડાઈ જાય છે ત્યારે તેને શિવજીનું વાહન નંદી બતાવીને ભિખારીઓ વધારે ભીખ માગે છે. ઘણાં બધાં વાછરડાંઓના પગની જગ્યાએ માંસના ટુકડા લગાવી દેવામાં આવે છે આ પ્રક્રિયામાં એક વાછડું તો શરૂઆતમાં જ મારી નાંખવામાં આવે છે અને બીજું જેના શરીરમાં એ વધારાનું અંગ લગાડવામાં આવે છે તે કાં તો મરી જાય છે અથવા ખૂબ જ મુશ્કેલીથી તે મૃત્યુ સમાન કષ્ટ સહન કરીને જીવે છે. આવાં નિર્દય હિસાપૂર્ણ કાર્યો કરતાં તેમને જરા પણ દયા નથી આવતી. ધર્મજીવી ભિખારીઓમાંથી ઘણા બધા આવા નિર્દય બની જાય છે. દેવીકાળભૈરવ પીર વગેરેના નામે બકરા, ભેંસ, ઘેટાં, મરઘાં વગેરે પશુઓનાં ગળાં કાપે છે અને બીજાને કપાવવામાં મદદ કરે છે.
અશાસ્ત્રીય ભિક્ષા પાપરૂપ છે. આવું અન્ન ખાનારાના રોમેરોમમાં દુર્ગણો પ્રવેશે છે. તે જૂઠું ખાનારાઓ ચોરી, પાખંડ આળસ, છળકપટ, વ્યભિચાર દારૂનું સેવન, ઢગ, હિસા, અસહિષ્ણુતા વગેરે અસંખ્ય દોષોથી ઘેરાઈ જાય છે. સ્વાભિમાન અને સ્વાવલંબન નષ્ટ થવાથી આત્માની દિવ્ય જ્યોતિ બુઝાઈ જાય છે. આનાથી સ્મશાનનાં ભૂતોની જેમ તેમના મનમાં પણ કુવિચારો નગ્ન નૃત્ય કરવા લાગે છે. અશાસ્ત્રીય ભિક્ષાનું અન સદ્દબુદ્ધિ ઉપર ખૂબ જ ઘાતક અસર કરે છે અને આવું અન્ન ખાનાર તરત જ ધૃણિત, દયનીય અને નારકીય પ્રાણી જેવો બની જાય છે. પ્રાણીઓમાં આવી બુદ્ધિ હોવી તે કોઈ પણ દેશ કે જાતિ માટે મોટો ખતરો છે કારણ કે તેવાં પ્રાણીઓ ચેપી રોગના કીટાણુઓની જેમ જ્યાં જાય છે ત્યાં અનિષ્ટ ઊભું કરે છે.
સાચા યજ્ઞાર્થી ભિક્ષુની સંખ્યામાં વધારો થાય તે કોઈ પણ સમાજ માટે ગૌરવરૂપ વાત છે. ત્યાગી, પરોપકારી, વિદ્વાન વિશેષજ્ઞ, પોતાના બધા જ સ્વાર્થોનો ત્યાગ કરીને જનકલ્યાણના કાર્યમાં જોડાઈ જાય તે ખૂબ ઊંચો આદર્શ છે. જ્યાં થોડી ઘણી યોગ્યતાવાળા માણસો પોતાની યોગ્યતાના આધારે ઘણું બધું ધન કમાઈને પૈસાદાર બની જાય છે ત્યાં મહાન તપ દ્વારા પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ લોકોનાં ચરણોમાં સમર્પિત કરીને માત્ર ભિક્ષામાં મળેલા દાન દ્વારા જીવન નિર્વાહ કરનારનો ત્યાગ દૈવી ત્યાગ છે. આવા ત્યાગી માણસોની સંખ્યામાં વધારો થાય તે ગૌરવ લેવા જેવી બાબત છે, પરંતુ દુઃખની વાત તો એ છે કે આવા ત્યાગી મહાત્માઓ હવે ખૂબ જ ઓછા થતા જાય છે. હવે તે વ્યવસાયી લોકો આ યજ્ઞ સામગ્રીને ભિક્ષાને લૂંટી રહ્યા છે એ શરમની, કલંકની અને દુખની વાત છે.
ભિક્ષાવૃત્તિનો સદુપયોગ થાય, સાચા ભિક્ષુકોને તેમનો હક મળે, ચોર લૂંટારા ચોરી ન જાય તે માટે ભિક્ષા આપનારની જવાબદારી ખૂબ વધી જાય છે. તેમણે જેવું જોઈએ કે ભિક્ષા માગનાર યજ્ઞ માટે કે વિપતિના નિવારણ માટે ભિક્ષા માગે છે ? જો તે આ બે કાર્યો સિવાય ફક્ત મફતનો માલ મેળવવા માટે ભિક્ષા માગે તો તેને એક પૈસો પણ આપવો જોઈએ નહીં. અવિવેકપૂર્વક કુપાત્રોને આપેલું દાન તે ઘન આપનાર દાતાને નરકમાં લઈ જાય છે કારણ કે નીચ ભિખારીઓને આપેલા દાન વડે ફેલાતી અનૈતિક્તાની જવાબદારી તે અવિવેકી દાન આપનાર દાતા ઉપર આવી પડે છે. જો તેવા ભિખારીઓને ભિક્ષા ન મળે તો પોતાની મેળે જ સીધા રસ્તે આવવા માટે મજબૂર બનશે, પરંતુ જે અવિવેકી દાતા તેમને દાન આપ્યા કરશે તો તેમને સુધારીને સીધા રસ્તા ઉપર લાવવાની ઈ જ આશા રાખી શકાય નહિ
દાનમાં વિવેક જરૂરી છે. જે ભિક્ષુકો દાનના અધિકારી છે તેમને છુટા હાથે દાન આપવું જોઈએ. વિશ્વમાં સાત્વિક્ત, સદભાવના, જ્ઞાન, વિવેક, તથા સુખશાંતિ વધારવા માટે તેમજ વિપતિગ્રસ્ત માણસોને સંકટમાંથી બચાવવા માટે એ લોકોને મદદ કરવી જોઈએ. શરીર, બુદ્ધિ, ધન અને શક્ય હોય તો પોતાના પ્રાણ આપીને પણ વિશ્વના લોકોનાં કષ્ટ દૂર કરવા તથા સુખશાંતિ વધારવા પ્રયત્ન કરવો જોઈએ. સાચા બ્રાહ્મણો, સાચા સાધુઓ, સાચા બ્રહ્મસાધકો તથા સંસ્થાઓને શોધીને તેમને ભિક્ષા આપવી જોઈએ. તેમને તૃપ્ત કરવાથી ધર્મ, વૈભવ તથા સુખશાંતિની પ્રાપ્તિ થાય છે. દુઃખી માણસોને છાતીએ લગાડવા જોઈએ. હંમેશાં તેમને સહાય કરવા તૈયાર રહેવું જોઈએ. પરંતુ સાવધાન ! ગાયનો કોળિયો શિયાળ છીનવી ન લે. ભિક્ષાનું દ્રવ્ય-શાકલ્ય યજ્ઞકુંડમાં પડવાના બદલે અપવિત્ર જગ્યાએ ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ. ધર્મ માટે અને વિપત્તિના નિવારણ માટે ન વપરાતાં ક્યાંક આપનું ઘન કોઈક કુપાત્રો વંટી ન લે તે માટે દાન આપવામાં વિવેની જરૂર પડે છે.
પ્રતિભાવો