આજનું પુસ્તક – સાધનાથી સિદ્ધિ -૨,

પુસ્તકનું નામ – સાધનાથી સિદ્ધિ -૨, લેખક- પંડિત શ્રીરામ શર્મા આચાર્ય

સાધનાનો અર્થ છે – પોતાની જાતને સાધી લેવી મનુષ્યનું વ્યક્તિત્વ શ્રેષ્ઠ તેમજ સુસંસ્કૃત બનાવવા માટે કરવામાં આવેલા તમામ પ્રયત્નોને જ સાચી સાધના કહે છે. કોઈપણ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ‘પ્રખર સાધના’ આવશ્યક છે. ગાયત્રી પરિવાર- યુગ નિર્માણ યોજનાની સફળતાના મૂળમાં પ્રખર સાધના જ છે. પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી એ ૨૪ વર્ષ સુધી ચોવીસ-ચોવીસ લાખ ગાયત્રી મંત્રના ૨૪ મહાપુરશ્વરણ કર્યા.
પૂજ્ય ગુરુદેવે આ યુગ નિર્માણ યોજનાની સફળતાનો શ્રેય ગાયત્રીમંત્રની ઉપાસના-સાધના અને ગુરુકૃપાને જ માન્યો છે.ઈશ્વરે મનુષ્યને ઘણું બધું અર્થાત સર્વસ્વ આપીને આ દુનિયામાં મોકલ્યો છે. મનુષ્યના અંતરાળમાં અસંખ્ય દિવ્યશક્તિઓનો ભંડાર ભરેલો છે.તેને શોધવા – મેળવવા માટે પ્રયત્ન કરવો તેનું નામ જ સાધના છે. આ વિભૂતિઓ જાગૃત અને સક્રિય થાય છે ત્યારે આપણે રિદ્ધિ-સિદ્ધિઓથી ભરેલા છીએ તેવો અનુભવ થાય છે. અનાદિકાળથી ઈશ્વરીય વિભૂતિઓના વરદાન- અનુદાન પાત્રતા પ્રમાણે મળે તેવી કુનેહભરી સુવ્યવસ્થા ચાલી આવે છે. પાત્રતા ની પરીક્ષામાં ઉત્તિર્ણ થયા બાદ એક-એકથી ચડિયાતા વરદાન મળતા રહે છે.

સદ્ વાક્ય:-
⭐ જીવનરૂપી પ્રત્યક્ષ દેવતાની સાધના કરી શકનારા ચોક્કસ રૂપમાં ભૌતિક સિદ્ધિઓ અને આત્મિક રિદ્ધિઓ મેળવે છે.
⭐ આત્મિયતાનો વિસ્તાર થવાથી ‘વસુધૈવ કુટુંબકમ્’, ‘વિશ્વ પરિવાર’ ની ‘આત્મવત્ સર્વભૂતેષુ’ ની ભાવના પ્રબળ બનતી જાય છે.

પુસ્તકના વિશેષ મુદ્દાઓ:-
🕉️ સાધના માટે પાત્રતા અને પૂર્વ તૈયારી
🕉️ મનુષ્ય જીવન જીવતું કલ્પવૃક્ષ
🕉️ સાધનાથી સિદ્ધિ મેળવાવાનો સિધ્ધાંત અફર – અટલ
🕉️ આંતરિક ઉત્કર્ષના બે મૂળ આધાર ચિંતન – મનન
🕉️ સંધિવેળાની વિશિષ્ટ સાધના- – ધ્યાન ધારણા
🕉️ સદગુરુની પ્રાપ્તિ – એક દિવ્ય વરદાન

લેખક વિશે : _પંડિત શ્રીરામ શર્મા આચાર્ય * (1911-1990), ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક, મહાન ગાયત્રી સાધક અને વૈજ્ઞાનિક આધ્યાત્મિકતાના પ્રણેતા, તેમણે 3200 થી વધુ પુસ્તકો લખ્યા.

*2 મિનિટથી ઓછા સમયમાં કોઈ પુસ્તકનો પરિચય મેળવવા માંગો છો?

ઑડિયો વિડિયો :
https://youtu.be/afB1LyO6Pu0

ઇ-બુક વાંચવા માટે આ લિંકને ક્લિક કરો.
http://literature.awgp.org/book/Para_Normal_Achievements_Through_Self_Discipline/v3.1

સંપૂર્ણ ઑડિયો ની લિંક:
https://bit.ly/3uO5mSq

_ તમને પુસ્તક કેવી લાગી, અમને તમારા વિચારો જણાવો. જ્યારે તમને ગમે, ત્યારે આ પુસ્તક તમારા મનપસંદ, મિત્રો અને ભાઈઓ સાથે શેર કરો. -આવતીકાલે અમે ફરી એક નવી પુસ્તક લઈને તમારી સામે આવીશું. અમે તમારા મૂલ્યવાન પ્રતિસાદની રાહ જોતા રહીશુ।

  • 😊 તમારું વાંચન આનંદદાયક બને. આ શુભેચ્છાઓ સાથે 🙏

શુભેચ્છાઓ,
સાહિત્યની ટીમ

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: