દીકરો – દીકરી એક સમાન બોધવચન -૩ર

દીકરો – દીકરી એક સમાન બોધવચન -૩ર

બોધ : પુત્ર અને પુત્રીને સરખાં માનવાં જોઈએ. એમની વચ્ચે ભેદભાવ રાખવો જોઈએ. પુત્ર કરતાં પણ પુત્રીને વધારે શ્રેષ્ઠ અને શ્રેયસ્કર માનવી જોઈએ, કારણ કે પિતા તથા સસરા બંનેયના વંશોના કલ્યાણ સાથે તેનો સંબંધ છે. જનાજાને પુત્રીના લીધે શ્રેય મળ્યું, જયારે રાવણના અનેક પુત્રો અપયશનું કારણ બન્યા. બાળકો ગર્ભમાં રહીને માતા પાસેથી ઘણું પ્રાપ્ત કરી લે છે. આથી ગર્ભવતીના શારીરિક તથા માનસિક સ્વાધ્યને સારું રાખવું જોઈએ. બાળકોના ભવિષ્યનું ધ્યાન રાખીને એમને સુસંસ્કારી વાતાવરણમાં ઉછેરવાં જોઈએ. શરૂઆતનાં દશ વર્ષ વ્યકિતત્વના પરિષ્કાર માટે મહત્વનાં ગણાય છે. આ સમય દરમિયાન આખા પરિવારે સતર્કતા રાખવી જોઈએ અને બાળક આગળ પોતાનાં આદર્શ ઉદાહરણ રજૂ કરવાં જોઈએ. મહર્ષિ દયાનંદ સરસ્વતીએ કહ્યું છે કે, “ ભારતવર્ષનો ધર્મ એના પુત્રોથી નહિ, પણ સુપુત્રીઓના પ્રતાપે જ ટકી રહ્યો છે. ભારતીય દેવીઓએ જો પોતાનો ધર્મ છોડી દીધો હોત તો દેશ કયારનો નષ્ટ થઇ ગયો હોત. ” પુત્રીને પુત્ર સમાન માનવાનો આદેશ મનુ ભગવાને પણ આપ્યો છે કે, “ જેવી રીતે આત્મા પુત્રના સ્વરૂપે જન્મ લે છે તેવી રીતે પુત્રીના સ્વરૂપે પણ જન્મ લે છે. ” ( મનુ સ્મૃતિ ૯/૧30 )

કન્યાની શ્રેષ્ઠતા :

શ્રેષ્ઠી પ્રસેનજિત બુધ્ધનો ઉપદેશ સાંભળવા માટે દરરોજ આવતા હતા અને આગલી હરોળમાં બેસતા. બધા લોકો એમને બુદ્ધના સહાયક અને સમર્થક માનતા. પરંતુ કોઈને એ વાત ખબર નહોતી કે માત્ર પુત્રની કામના માટે જ તેઓ એવું કરતા હતા. પ્રસેનજિતને ત્યાં પુત્રીનો જન્મ થયો તો તેઓ દુઃખી થયા અને પ્રવચનમાં આવવાનું બંધ કરી દીધું. ઘણા દિવસો પછી જ્યારે દુ : ખ ઓછું થયું ત્યારે એક દિવસ તેઓ ઉદાસ મનથી બુધ્ધને મળવા ગયા. એમની આંખોમાં રહેલો નિરાશાનો ભાવ બુધ્ધ સમજી ગયા. એમણે સમજાવ્યું કે પુત્ર કરતાં પુત્રી વધારે શ્રેયસ્કર છે. જો દરેકને ત્યાં એમની ઇચ્છા મુજબે પુત્ર જ જન્મે તો આ સૃષ્ટિનો અંત જ આવી જાય એમ માનવું જોઈએ. ગાડીનાં બે પૈડાંની જેમ બાળક અને બાલિકાઓ મોટાં થઇને સંસાર ચક્ર ચલાવે છે. સૃષ્ટાએ બંનેને એકસરખું સન્માન આપ્યું છે. તમે પણ તમારી માન્યતાઓ બદલો, એમ કરવાથી જ અજ્ઞાનજન્ય માન્યતામાંથી છુટકારો મારો પ્રસેનજિતને ભાન થઇ ગયું. હવે તેઓ પુત્રીને પુત્ર કરતાં વધારે સ્નેહ આપવા લાગ્યા.

પુત્રવત્ કન્યાઃ

મહાપંડિત ભાસ્કરાચાર્ય ગણિત અને ગ્રહવિજ્ઞનના મહાન જ્ઞાતા હતા. એમને લીલાવતી નામની એકની એક જ પુત્રી હતી. પિતાએ એને પુત્રની જેમ ઉછેરી અને પોતાના સંચિત જ્ઞાનની પરંપરા આગળ વધારવાનો નિશ્ચય કર્યો. તેમણે પુત્રીને હંમેશા પોતાની સાથે રાખીને પોતાના જેવી વિદ્વાન બનાવી. તે પિતાનો જમણો હાથ બનીને રહી હતી. કોઈ તેને કુમારી કહે છે, કોઈ તેને વિધવા કહે છે. એ જે હોય તે પરંતુ તે પિતાની સાથે વિદ્યામાં ડૂબેલી રહી. લીલાવતીના નામનું પુરાતન ગણિત, વિજ્ઞાન અત્યારે પણ ઉપલબ્ધ છે.

શૂરવીર પરિવારઃ

ચિતોડ ચારેબાજુથી ઘેરાઈ ગયું હતું. મોગલોની સેના દશ ગણી વધારે હતી. છતાં પણ ચિતોડના રાજપૂતો હિંમત ન હાર્યા. એકેએક બાળક પણ બલિદાન માટે તૈયાર થઇ ગયું. એમાં ઉગતી ઉંમરનો એક યુવક ફતો પણ હતો. એના કુટુંબમાં માં, પત્ની અને બહેન હતાં. ચારેય મરદોનો પોશાક પહેર્યો અને હાથમાં તલવાર લઇને શત્રુઓના દળ પર તૂટી પડ્યાં અને ખૂબ મરદાનીથી લડીને બલિદાનના સમુદ્રમાં સમાઈ ગયાં. દેશભક્તિના આ જુસ્સાને જોઈને માત્ર રજપૂતોની સેના જ નહીં, પરંતુ શત્રુઓની સેના પણ દંગ રહી ગઈ. સમય ગુમાવી નાખ્યોઃ બાળકોના સર્વાગપૂર્ણ વિકાસ માટે શરૂઆતથી જ ધ્યાન આપવું જોઈએ.

સમય વીતી ગયા પછી માથું કૂટવું પડે છે તથા પસ્તાવું પડે છે. એક સ્ત્રી શિકાગોના પ્રસિધ્ધ શિક્ષણશાસ્ત્રી ફ્રાન્સિસ વેલેન્ટ પાર્કરને એવું પૂછવા ગઇ કે હું મારા છોકરાને શિક્ષણ આપવાની શરૂઆત ક્યારથી કરૂં ? પાર્કરે પૂછ્યું, “ આપના બાળકનો જન્મ ક્યારે થશે ? ” પેલી સ્ત્રીએ કહ્યું કે તે તો પાંચ વર્ષનો થઇ ગયો છે. આ સાંભળી પાર્કરે કહ્યું, “ બેન ક્ષમા કરજો. હવે પૂછવાથી શો ફાયદો ? શિક્ષણ આપવાનો સર્વોત્તમ સમય તે પાંચ વર્ષ સુધી જ હોય છે. આપે તે સમય નકામો ગુમાવી દીધો. જો આપે એના જન્મ પહેલાં જ એના શિક્ષણની વ્યવસ્થા કરી હોત, તો અત્યાર સુધીમાં તે એક સુયોગ્ય નાગરિકની લઘુ આવૃત્તિ તરીકે વિકસિત થયો હોત. ”

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: