શા માટે પ્રાર્થના-ઉપાસના કરવામાં આવે છે ? સાધના આંદોલન પર એક દૃષ્ટિ

સૌના માટે સરળ ઉપાસના સાધના

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।

આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .

સાધના આંદોલન પર એક દૃષ્ટિ

શા માટે પ્રાર્થના-ઉપાસના કરવામાં આવે છે ?

ભગવાને આપણને જન્મ થવાના સમયે જ દૈવી ચૈતન્યની અમૂલ્ય ભેટ આપી દીધી છે . એ હંમેશાં સૂતેલી અવસ્થામાં જ પડી રહે છે . ઉપાસના એટલા માટે કરવામાં આવે છે કે આપણું મન પવિત્ર બને , આપણા હ્રદયમાં ઉદારતાનો ભાવ પ્રગટે અને વિસ્તાર પામે , આપણે બીજાઓની સેવા કરવા માટે હંમેશાં તત્પર રહી આનંદ ઉત્સાહથી સભર રહીએ . મનુષ્યજીવનની સૌથી મોટી ચાર સિદ્ધિઓ છે . આ સિદ્ધિઓનાં શ્રેષ્ઠ પરિણામો પર જરા ધ્યાન આપો –

( ૧ ) અંદર ઉત્પન્ન થતા ગંદા વિચારો ધીરે ધીરે ઓછા થવા લાગે છે અને શરીર વડે થતાં પાપકર્મો પણ ઓછાં થતાં જાય છે .

( ૨ ) ઉચ્ચ , શ્રેષ્ઠ ભાવના અને શ્રેષ્ઠ કર્મો કરવાની ઇચ્છા વધવા લાગે છે . સ્વભાવ અને સંસ્કારો પણ શ્રેષ્ઠ બીબામાં ઢળવા લાગે છે .

( ૩ ) ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને આત્મીયતાનો વિકાસ થાય છે . આથી જીવાત્મા ઉજ્જવળ બને છે અને આનંદનો અનુભવ કરે છે .

( ૪ ) સાંસારિક લાભ પણ થાય છે . ઉપાસકમાં સાત્ત્વિકતા વધે છે . આથી પોતાનાં કુટુંબીજનોમાં પણ સૌમ્યતાનો ભાવ પેદા થાય છે . બાળકોમાં આજ્ઞાંકિતતા અને અન્ય શ્રેષ્ઠ સંસ્કારોનો વિકાસ થાય છે .

આથી ભગવાનને પોતાના સૌથી મોટા શુભચિંતક અને આત્મીય માની દ ૨૨ોજ તેમની ઉપાસના કરો . સદ્ભાવના અને સત્બુદ્ધિ આપવાની પ્રાર્થના કરતા રહો . ભગવાન આવી નિર્મળ ઇચ્છાઓ અવશ્ય પૂરી કરે છે . કોઈની પણ ઉપાસના નિષ્ફળ જતી નથી , તો પછી આપની શા માટે નિષ્ફળ જાય ?

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: