દિવસના બાકીના ભાગની સાધનાનો કાર્યક્રમ
April 13, 2022 Leave a comment
સૌના માટે સરળ ઉપાસના સાધના
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
સાધના આંદોલન પર એક દૃષ્ટિ
દિવસના બાકીના ભાગની સાધનાનો કાર્યક્રમ
(૧) આ પહેલાં પણ કહેવામાં આવ્યું હતું કે પરમપૂજ્ય ગુરુદેવ સાધનાનો અર્થ જીવનસાધના કરતા હતા. આપણા વિચારો, ભાવ અને કર્મ પશુઓ જેવાં સ્વાર્થયુક્ત અને વિવેકહીન ન હોવાં જોઈએ. મનુષ્યરૂપી બાહ્ય આવરણ મળ્યું છે, તો માનવતારૂપી આંતરિક આવરણ પણ જરૂરી છે. મનુષ્ય કહેવડાવવા માટે ઓછામાં ઓછી શરત છે કે પોતાના વિચારો, ભાવ અને કર્મોને પાશવતાથી દૂર રાખવાં. સંયમસાધના પાશવતાથી આપણો સારી રીતે બચાવ કરે છે.
(૨) બીજું ડગલું છે – વિચારો, ભાવ અને કર્મની પ્રગાઢતામાં વૃદ્ધિ. આપણે જે કંઈ પણ ઇચ્છા કરીએ, વિચારીએ તે શ્રેષ્ઠ વિચારીએ. જે કંઈ કરીએ તે શ્રેષ્ઠ કરીએ. જે કંઈ કરીએ તેની સાથે પ્રથમ શ્રેષ્ઠ ઉદ્દેશો અને શ્રેષ્ઠ ભાવોને જોડી લઈએ, પછી કરીએ. માનવતાને સાધવાની કલા એ છે કે આપણું કોઈપણ કર્મ માત્ર કોરું કર્મ ન હોવું જોઈએ, કર્મની પાછળ શ્રેષ્ઠ વિચારો અને શ્રેષ્ઠ ભાવની પ્રેરણા પણ ધૈવી જોઈએ. સ્વાધ્યાય તથા સાધનાનો નિત્ય અભ્યાસ આ પ્રેરણા પ્રાપ્ત કરવામાં આપણને ખૂબ જ મદદ કરે છે
(૩) ત્રીજું ડગલું છે – સ્વાધ્યાય અને સંયમ દ્વારા સાધવામાં આવેલ… પોતાના જીવનને દેવકોટી સુધી ઊંચે ઉઠાવવું. જે વ્યક્તિ પોતની આસપાસના વિસ્તારમાં એકલવાયું જીવન જીવી રહી હોય અથ સામૂહિકતા અપનાવવામાં મુશ્કેલીનો અનુભવ કરી રહી હોય તેને સાંત્વન આપવા, પ્રોત્સાહિત કરવા તથા આગળ વધારવા માટે સહકાર આપવો. આ શ્રેષ્ઠ કર્મ અધ્યાત્મના માર્ગમાં પાછળ રહી ગયેલા લોકોનું હિત તો કરે જ છે, સાથે સાથે એ આપણા જીવનને દેવતાઓની શ્રેણી સુધી ઉપર ઉઠાવે છે. ધર્મશાસ્ત્રોએ આ પ્રકારની સેવાનાં ખૂબ જ ગુણગાન ગાયાં છે. તેને “ભગવાનનું ભજન કરવું’ એમ કહેવામાં આવ્યું છે. કેવળ ગાવા વગાડવાને જ ભજન કહેવામાં આવતું નથી.ભજ સેવાયામ્ – સેવા પણ ભજન છે, સર્વશ્રેષ્ઠ ભક્તિ છે એવો ધર્મશાસ્ત્રોનો ઉદ્ઘોષ છે. આપણે આપણા મનમાં એવો વિશ્વાસ દૃઢ કરીએ કે –સેવાસાધનાનો નિયમિત અભ્યાસ આપણને દેવકોટી સુધી પહોંચાડી દે છે.
આ રીતે જ્યારે આપણે સ્વાધ્યાય, સંયમ તથા સેવાને આપણી દિનચર્યામાં યોગ્ય સ્થાન આપીએ છીએ ત્યારે આપણી ઉપાસના પણ ક્રમશઃ ભગવાનની સાધના અને પછી ભગવાનની આરાધનાની ઊંચાઈ સુધી પહોંચી જાય છે. સાધનાના કાર્યક્રમમાં ધાર્મિક કાર્યોની સાથે સાથે સ્વાધ્યાય, સંયમ તથા સેવાના પાંચ સુલભ કાર્યક્રમો પણ આપવામાં આવ્યા છે. એ અભ્યાસ સૌના માટે સહજસાધ્ય છે. એમાંથી જેને સાધી શકો તેનો આપ આરંભ કરી દો. બાકીનાને પોતાની સગવડતા અને વધતી જતી શક્તિ અનુસાર ક્રમશઃ જોડતા જાઓ અને ઉજ્જવળ સાધનાના પથ પર આગળ વધતા જાઓ. બસ, આપ અહંકારથી દૂર રહો અને તમારી લગન જાળવી રાખો.
પ્રતિભાવો