AA-20 : આજની દુનિયાની રીત , આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
આજની દુનિયાની રીત
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
મિત્રો ! માથી માંડીને બીજા અનેક સુધ્ધાં નૈતિક સિદ્ધાંતોના મામલામાં કોઈ સમર્થન નથી આપતું. લગ્ન કર્યે છ વર્ષ થઈ ગયાં, હજી બાળક નથી થયું. મા,શું કરીએ ? બેટા, તું મારું કહ્યું માન તો બીજાં લગ્ન કરી લે, પરંતુ આનું કરવું? શેનું? આ જેને પરણીને લાવ્યો હતો તેનું. અરે, તેને કાઢી મૂક, ઝેર પાઈ દે,ફાંસીએ લટકાવી દે. આ કોણ કહે છે? આ આપની મા કહે છે. અરે, પત્ની એમ કહે છે કે આપ લાંચ લો અને મને સોનાની વીંટી બનાવરાવી આપો. આપનો સાળો કહે છે, પડોશી કહે છે, હર કોઈ વ્યક્તિ કહે છે.
આપણા મિત્ર પણ આવી જ સલાહ આપે છે. જેમાં આપણે રહીએ છીએ, એ આખા સમાજમાં એક પણ વ્યક્તિ એવી નથી દેખાતી, જે નૈતિક બાબતોમાં, આધ્યાત્મિક બાબતમાં આપણને સલાહ આપતી હોય, પ્રોત્સાહન આપતી હોય. જ્યાં નજર નાંખીએ ત્યાં નૈતિક દિશામાં આપણને કોઈ પ્રોત્સાહિત કરતું નથી. સો એ સો માણસો એટલે કે પ્રત્યેક માણસ આપણા પગ પકડીને પાછળ ઢસડે છે.
પ્રતિભાવો