GG-15 : સ્થાન, સમય અને વસ્ત્ર-૧૪, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
August 7, 2022 Leave a comment
સ્થાન, સમય અને વસ્ત્ર, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
યજ્ઞ માટેનું સ્થળ સ્વચ્છ અને પવિત્ર તો હોવું જ જોઈએ, સાથે ઉપરથી ઢંકાયેલ પણ હોવું જોઈએ જેથી વજ્ઞનો ધુમાડો વધુ સમય સુધી એ સ્થળ પર ટકી રહે છે. ઉપર ખુલ્લું રહેવાથી ગરમ હવા ઉપર ચાલી જશે અને વાયુગતિથી આમ તેમ વિખેરાઈ જશે. આ રીતે એની તાપ ઉર્જા તથા પૌષ્ટિક તત્ત્વોનો અધિક લાભ યજ્ઞ આયોજકોને નથી મળી શકતો. બંધ તથા ઢાંકેલા સ્થાન પર યજ્ઞ કરવાથી ભાગ લેનારાઓને અધિક્તમ લાભ મળશે. પછી તો એ ધુમાડો સર્વત્ર ફેલાઈને બીજા બધાને લાભાન્વિત તો કરશે
પહેલાં આપણા દેશમાં દરેક જગ્યાએ યજ્ઞ થયા કરતા હતા અને એનાથી જ દેશને તપોભૂમિ બનાવવામાં આવેલ હતી, જ્યાં મોટા મહાયજ્ઞોનું આયોજન થતું હતું તે સ્થાન પણ એક તીર્થ સમાન વંદનીય બની જતું હતું. પ્રયાગ શબ્દમાં ‘પ્ર’ ઉપસર્ગને ઠાવવાથી ‘યાગ’ રહી જાય છે. યાગ (યજ્ઞ)ની પ્રચુરતાને કારણે જ પ્રયાગ તીર્થરાજ કહેવાતું હતું. કાશીનો દસાશ્વમેધ ઘાટ પણ એનું સાક્ષી છે કે ત્યાં દસ મોટા મહાયજ્ઞો આયોજિત થયા હતા. ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞ ક્ષેત્રને સદૈવ પવિત્ર માનવામાં આવેલ છે. એટલે યજ્ઞ માટેના સ્થળની પસંદગી પણ સમજી વિચારીને કરવી જોઈએ જેનાથી વધુમાં વધુ વ્યક્તિઓ એનાથી લાભાન્વિત થઈ શકે.
યજ્ઞનો સર્વોત્તમ સમય પ્રભાત કાળનો છે. ચારે તરફ શાંત વાતાવરણમાં જ્યારે યજ્ઞનો ધુમાડો ફેલાય છે અને મંત્રોની ઓજસ્વી ધ્વનિ ગૂંજે છે તો બધાના તન-મનમાં ઉલ્લાસ તથા આહ્લાદની એક લહેર દોડી જાય છે. એવું લાગે છે કે યજ્ઞ કુંડમાંથી એક વિદ્યુત તરંગ નીકળીને આપણા શરીરના રોમેરોમને સ્ફુરિત કરી રહી છે, પુષ્ટ કરી રહી છે. એ સમયે યજ્ઞ ઉર્જાનો વિશેષ તથા સર્વોત્તમ લાભ મળે છે.
યજ્ઞના સમયે પહેરેલા કપડાંનો પોતાનો પ્રભાવ હોય છે. આપણે શરીરને એ પરિસ્થિતિમાં રાખવું જોઈએ કે યજ્ઞનો વાયુ આપણા વાળના છિદ્રો દ્વારા શરીરમાં આસાનીથી પ્રવેશ કરી શકે. અના માટે ઢીલાં-ખૂલતાં વસ્ત્રો જ પહેરવાં. પુરુષોએ તો કટિ વસ્ત્ર-ધોતી જ પહેરવી જોઈએ. જો આવશ્યક હોય તો ખભા પર હલકો દુપટ્ટો નાંખી લેવો. આ રીતે યજ્ઞના તપથી શરીરને વધુમાં વધુ ગરમી પ્રાપ્ત થશે અને રોમ છિદ્ર ખુલ્લા રહેવાથી ધુમાડામાંથી પૌષ્ટિક તત્ત્વો આસાનીથી ખેંચી લેશે.”
“ગુરુદેવ, આપ ફક્ત પીળા વસ્ત્ર પહેરવાનો જ આદેશ શા માટે આપો છો ?” અમે પોતાની જીજ્ઞાસા પ્રગટ કરી.
“એનો પણ વૈજ્ઞાનિક આધાર છે. પુરાતન ઋષિઓએ જે પણ નિર્દેશ આપ્યા છે તે ઊંડી શોધખોળ પર આધારિત છે. કપડાંના રંગનો પણ આપણી મનોભૂમિ તથા સ્વાસ્થ્ય પર ઊંડો પ્રભાવ પડે છે. ભારતીય સંસ્કૃતિનો આધાર જે વૈજ્ઞાનિક તથ્યો રહ્યાં છે તેને આજે વિસ્મૃતિની ખાઇમાં ફેંકી દેવામાં આવ્યા છે. પરંતુ તેના મહત્ત્વનો અસ્વીકાર નથી થઈ શકતો, આજે વિદેશોમાં તે બાબતમાં શોધખોળનું કામ ચાલી રહ્યું છે. કેલિફોર્નિયા (અમેરિકા) ફાર્મ બ્યુરો” સંઘે વ્યાપક શોધખોળથી જે તથ્યો એકત્રિત કર્યા છે એનાથી પ્રગટ થાય છે કે સીધા-સાદી શાલીન વસ્ત્ર સ્વાસ્થ્ય માટે હિતકર હોય છે. ભડનાં તથા ચમકદાર રંગના કપડાં મચ્છરો તથા હાનિકારક, રોગજનક કીડા-મકોડાને પોતાની તરફ આકર્ષિત કરે છે. સૂરજની કિરણો જ્યારે આવા કપડાઓ પર પડીને પાછી ફેંકાય છે ત્યારે કીટક-પતંગિયા આકર્ષિત થઈને મનુષ્યના શરીર પર દોડી જાય છે. તેઓ વસ્ત્રોને તો હાનિ પહોંચાડે જ છે, મનુષ્યના શરીર પર પણ રોગ કીટાણુઓનું આક્રમણ કરી દે છે. કેટલીક જગ્યાઓએ ઝેરી કીડા કરડીને ચામડીના રોગો ઉત્પન્ન કરે છે. નાના બાળકોના કોમળ શરીર પર તો એનો દુષ્પ્રભાવ બહુ જ જલ્દી પડે છે.
આ શોધખોળથી એ પણ જાણવા મળે છે કે સફેદ, પીળા, ગેરૂ રંગના તથા કેસરિયા રંગના કપડાં પ્રત્યે કીટક-પતંગિયા આકર્ષિત નથી થતા. ન તો તે કપડાંને હાનિ પહોંચાડે છે અને ન તો પહેરવાવાળાના સ્વાસ્થ્યને. એટલા માટે ભારતીય સંસ્કૃતિએ સફેદ તથા પીળાં વસ્ત્રોને પ્રમુખતા આપી છે અને શોભાજનક માન્યા છે.
એ તો અર્થહીન ભ્રમ છે કે ભડકતાં રંગના કપડાં વડે શારીરિક શોભા વધે છે. ઊલટાનું એનાથી રાજસિક મનોવૃત્તિ, કામુક્તા, પશુતા વગેરેનું પ્રદર્શન થાય છે. તે આત્મિક, માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે. આજે તો ફેશનની ડાકણ આપણા બાળકોને ખાતી જઈ રહી છે. ન જાણે કેવાં કેવાં ચમકતા-ભડકતાં વસ્ત્રો પહેરે છે કે પહેરવાળાના વ્યક્તિત્વની ઝલક પણ નથી મળતી. ફક્ત ફેશનના નામ પર મગજનું દેખાવાપણું જ દેખાઈ દે છે.
હવે સમજમાં આવ્યું કે પીળા વસ્ત્ર પહેરવાનું વિધાન કેમ છે ?”
‘હા ગુરુદેવ, આ તો આપે બહુ જ સરસ વાત સમજાવી છે.” અમે સંતુષ્ટ ભાવથી કહ્યું.
પ્રતિભાવો