બીજામાં સારપ જુઓ । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા

બીજામાં સારપ જુઓ । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા

બીજાની સા૨૫ જોવાનો સ્વભાવ કેળવવો એ જ ઘૃણાની દૂષિત મનોવૃત્તિને દબાવવાનો ઉત્તમ માર્ગ છે. આપણે ગુણગ્રાહી બનવું જોઈએ. બીજાની નબળાઈઓ અને ખામીઓ શોધવાનું બહુ સહેલું છે. પણ આપણામાંથી કોણ એવું છે જેનામાં નિર્બળતાઓ રહેલી ન હોય ? તેથી આપણે બીજાના ગુણોને પારખીએ, સમજીએ અને એને દાદ આપીએ તથા નિરંતર પ્રોત્સાહિત કરતા રહીએ. બીજાના અવગુણ જ ગાયા કરે અને ઈર્ષ્યાવશ થઈને એની નિંદા કર્યા કરે એવી વ્યક્તિ શું કામની? અવગુણ જોવાની પ્રવૃત્તિ એક માનસિક રોગ છે. એનાથી વૃત્તિઓની અધોગતિ થાય છે. બીજાની સા૨૫ જોવાથી ગુણગ્રાહકતાનો વિકાસ થાય છે. જ્યારે આપણે બીજાના ગુણો જોઈને એને વ્યવહારમાં મૂકીએ છીએ, ત્યારે બીજા આપણાથી પ્રસન્ન રહે છે અને એનાથી મિત્રતા અને સહયોગની વૃદ્ધિ થાય છે.

જો આપણે આપણા મિત્ર, સંબંધી કે ઘરની વ્યક્તિ વિશે કોઈ નિંદનીય વાત સાંભળી હોય તો એ વાત બધાની સામે કહેવી ઉચિત નથી. કોઈ પોતાની નિંદા થાય એમ ઇચ્છતું નથી. ચોર,ડાકુ, જૂની પણ પોતાની નિંદા પોતાના કાનોથી સાંભળવા ઇચ્છતા નથી હોતા. બધાને પોતાની પ્રતિષ્ઠા, આત્મસન્માન અને આબરૂનો ખ્યાલ હોય છે. એથી જેના વિશે, જે કંઈપણ કહેવા માગતા હોઈએ તે એકાંતમાં સહાનુભૂતિભર્યા શબ્દોમાં કહેવું જોઈએ અને તમે એ નિંદામાં વિશ્વાસ ધરાવતા નથી તમારી દૃષ્ટિએ તે ખોટી વાત છે, તેમાં કોઈ તથ્ય નથી,એની પૂરેપૂરી ખાત્રી કરાવવાનું ન ભૂલવું જોઈએ.

બીજાનો આપના પ્રત્યેનો વિશ્વાસ ન તોડો. આપની પાસે આપની પોતાની, મિત્રોની, અધિકારીઓની, વેપારીઓની, સ્ત્રીઓની, ઘર-બહારના પાડોશીઓની ચારિત્ર્યવિષયક ગુપ્ત વાતો હોય છે. એ ગુપ્ત વાતો રાખવાની છે અને તે બહાર પાડવામાં આપે સાવધાનીપૂર્વક કામ કરવાનું છે. કોઈની ગુપ્ત વાતો બીજા સમક્ષ પ્રગટ કરવામાં આપ તેની સાથે અપ્રામાણિકતાનો વ્યવહાર કરો છો. આપની ગુપ્ત વાત પણ બીજાને ન કહો.

આપનો વિશ્વાસપાત્ર બનો. વિશ્વાસ વગર કોઈ કામ થતું નથી. પરંતુ જેના ઉપર વિશ્વાસ મૂકવાનો છે એને બુદ્ધિ, પ્રલોભન, દઢતા વગેરેથી બરાબર ઓળખી લો.

જીવનને પ્રેમ કરો, પરંતુ મૃત્યુનો ભય છોડી દો. જ્યારે મરવાનો સમય આવશે ત્યારે મરી જઈશું, અત્યારથી એની ચિંતા શા માટે કરવી ? જીવનને જો આપ પ્રેમ નહિ કરો તો એનાથી હાથ ધોઈ બેસશો પરંતુ જીવનને જરૂર કરતાં વધુ પ્રેમ કરવાની જરૂર નથી. રોજિંદા વ્યવહારમાં સહનશીલતાનો ગુણ કેળવવાથી અસંખ્ય લાભ થાય છે. આપના અધિકારીઓ, ઘરના સભ્યો લડી પડે, માતા પિતા વિરોધ કરે, તમારા પોતાનાં સંતાન તમારા દષ્ટિકોણ સાથે સંમત ન થાય ત્યારે સહનશીલતાથી જ કામ લેવું પડે છે. ભયંકર ક્રોધી તોફાનમાં પણ શાંત, આત્મનિર્ભર અને દૃઢ રહેવું જોઈએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment