ગૌસંવર્ધનના આવશ્યક પ્રયાસો:
April 4, 2023 Leave a comment
ગૌ-સંવર્ધન આપણા દેશવાસીઓ માટે દરેક રીતે જરૂરી છે. પરંતુ જોઈ શકાય છે કે ગાયની સંખ્યા ઘટવા માંડી છે અને દુર્બળ બની રહી છે. એની ખરાબ અસર કેટલી બધી પડી છે ? ખોરાકનું અગત્યનું અંગ દૂધ, બાળકો, રોગીઓ તથા અશક્ત માનવીઓ સુધી તો જરૂરી માત્રામાં મળતું જ નથી તો પછી યુવાન અને સ્વસ્થ માણસો માટે જીવવાની શક્તિ વધા૨ના૨ આ અનિવાર્ય પદાર્થ કેવી રીતે મળે ? એના વગર નિરોગી અને સશક્ત કેવી રીતે રહી શકાય ?
જે દેશમાં ગાયધન જ ખરું ધન માનવામાં આવતું અને જેને માટે કહેવાતું કે આ દેશમાં તો દૂધની નદીઓ વહેતી હતી, એ દેશના લોકોએ દૂધનાં ટીપેટીપાં માટે કેમ તરસવું પડે છે ? ગાયો દુર્બળ બની ગઈ અને તેમની સંખ્યા પણ કેમ ઘટવા માંડી છે ?
એનું મુખ્ય કારણ છે ગાયના દૂધની ઉપેક્ષા. લોકો ચીકાશવાળું ભેંસનું દૂધ ખરીદે છે. વધારે ચીકાશને લીધે દૂધ મીઠું લાગે છે. માખણ અને દહીં વધારે પ્રમાણમાં મળતું હોવાથી નાકારક પણ છે. દીર્ઘદૃષ્ટિ આ બધા પ્રત્યક્ષ લાભોને જોઈ શકે છે. એની સરખામણીમાં ગાયનું દૂધ પાતળું હોય છે. તેની ઉપેક્ષા થાય છે, પરિણામે કિંમત ઓછી મળે છે. પાળવાવાળાને ગાયને પાળવા કરતાં ભેંસને પાળવાથી ઘણા ફાયદા થતા હોય છે. સામાન્ય માનવીએ એ સમજ તો ગુમાવી જ દીધી છે કે ગાયનું દૂધ પોષક તત્ત્વોની દૃષ્ટિએ એટલું જ ઉપયોગી હોય છે જેટલું માનું દૂધ તે દૂધમાં મનુષ્યના શરીરને માટે જેટલા પ્રમાણમાં રસાયણોની જરૂર હોય છે એ બધાં તત્વો એમાં હોય છે. દૂધ જાડું કે પાતળું હોવું ગૌણ બાબત છે. ચીકાશને વધારે પ્રમાણમાં મહત્ત્વ આપવામાં આવે તો એ તેલમાંથી વધારે પ્રમાણમાં સસ્તી મળી શકે છે. ચીકાશનું પ્રમાણ વધારે હોવા છતાં પણ ભેંસના દૂધમાં એ ગુણ નથી મળતા, જે ગાયના દૂધમાં ભરપૂર હોય છે. એ છતાં પણ તેની સાત્ત્વિકતા સર્વવિદિત છે. ગાયને દેવની સંજ્ઞા આપવામાં આવી છે અને તે માતા કહેવાઈ છે. એનું કારણ એનો સ્વભાવ છે. ગાયના સંપર્કમાં આવવાથી, તેની સેવા કરવાથી અને ગાયના રસ (દૂધ અથવા મૂત્ર)નું સેવન કરવાથી જે લાભ મળે છે, તે એમને એમ નથી મળતા, કે જેથી અવજ્ઞા કરી શકાય અને એમાં ચીકાશ ઓછી હોવાને કારણે એની અવગણના કરી શકાય. ચીકાશ વધારે પ્રમાણમાં હોવી એ શરીર માટે લાભદાયક નથી હાનિકારક છે. તેનાથી શરીરમાં જાડાઈ વધે છે. ધમનીઓમાં અંદરના ભાગમાં તેની ચરબીના થર જામે છે અને હ્રદયરોગ થવાની બીક રહે છે. તે પચવામાં પણ ભારે પડે છે. ખોરાકમાં જેટલી ચરબી વધારે હશે, તેટલો એ ખોરાક પચવામાં ભારે હશે. આ રીતે ભેંસનું દૂધ જ્યાં મોંઘું પડે છે ત્યાં જેટલું લાભપ્રદ નથી એટલું નુકસાનકર્તા છે. ભલે એ વધારે ફેટવાળું હોય અને સ્વાદિષ્ટ હોય, બાળકો અને નાજુક પાચનશક્તિ ધરાવનાર વ્યક્તિ માટે તો ગાયનું જ દૂધ પીવું હિતાવહ છે. તેમને જો ભેંસનું દૂધ આપવામાં આવશે તો લાભને બદલે નુકસાન જ થાય છે.
સર્વસાધારણ માણસોના મન પર ઊંડે સુધી એવો ભ્રમ પેસી ગયો છે કે ભેંસના દૂધની સરખામણીએ ગાયનું દૂધ નિમ્ન ક્ષાનું હોય છે. પાતળું જોઈને જ એનું મહત્ત્વ ઓછું આંકવામાં આવે છે અને તેને ખરીદવા માટે આનાકાની કરવામાં આવે છે. જે ખરીદે છે એ અપેક્ષા કરતાં ઓછી કિંમત ચૂકવે છે. એ સંજોગોમાં પાળવાવાળાનું મળતર ઓછું થઈ જાય છે. એ પણ ગાયની ઉપેક્ષા કરે છે. પાળવા માટે અને ખરીદવામાં પણ એને હિચકિચાટ થાય છે. પાળે છે તો પણ તેને ખરાબમાં ખરાબ ઘાસચારો અને દાણા ખાવા આપે છે. પરિણામે જેટલું દૂધ મળતું હતું એ પણ ઓછું થઈ જાય છે. પાળવાવાળા અને દૂધ ખરીદનારા બંનેની નજરોમાં મહત્ત્વ ઓછું થઈ જવાથી ગાયોની સંખ્યા ઘટતી જાય છે. ઉપેક્ષિત થવાથી એ દૂધ પણ ઓછું આપે છે. દૂધ ખરીદનાર નાક-ર્મો ચડાવે છે અને ખરીદે છે તો પણ ઓછી કિંમત આપે છે. ગૌવંશના ધટાડાનું મુખ્ય કારણ આ જ છે.
પ્રગતિશીલ દેશોમાં ગૌ-પાલન જ વધારે થાય છે. આફ્રિકાને બાદ કરતાં ભેંસ તો બીજા બધા દેશોમાં બહુ જ ઓછી જોવા મળે છે. ત્યાં ગાયના દૂધને જ વધુ ગુણકારી માનવામાં આવે છે. ચીકાશ નહીં પણ રાસાયણિક વિશિષ્ટતાને જ મહત્ત્વ આપવામાં આવે છે. એથી તેમની જાતિને પણ વધારે કાળજીપૂર્વક ઉછેરવામાં આવે છે. ઘાસચારો અને દાણા પણ સારી કોટિનાં ખાવા આપવામાં આવે છે. પરિણામે ગૌપાલન એક લાભદાયક વ્યવસાય બની રહે છે. દરેક નાગરિકને પૂરતા પ્રમાણમાં દૂધ મળે છે. તેથી એ લોકોને સ્વાસ્થ્યની બાબતમાં વિઘ્ન નડતું નથી. ગૌપાલનમાં લોકો મૂડી રોકે છે અને ખાસ્સો નફો કમાય છે.
આપણા દેશમાં ગાયોની કતલ પણ પ્રમાણમાં વધારે થાય છે. એનું મુખ્ય કારણ એ છે કે તે પ્રમાણમાં વધારે લાભકારક ન હોવાથી કસાઈઓ એને સસ્તા ભાવે ખરીદી લે છે. પ્રગતિશીલ દેશોમાં માંસ તો ખાવામાં આવે છે, કતલખાનાં પણ છે, પરંતુ દૂધાળ ગાયોની કતલ કરવા માટે તેમને ખરીદવાની કોઈ હિંમત કરતું નથી.
ગૌવધ બંધ કરાવવા માટે પ્રયત્ન તો થવો જોઈએ, પરંતુ સાથે સાથે એ ધ્યાન પણ રાખવું જોઈએ કે ઉપયોગિતા અને આર્થિક લાભની દૃષ્ટિએ જ તેમને સરળ અને ચિરસ્થાયી સંરક્ષણ મળી શકે છે. આ ઉદ્દેશ સિદ્ધ કરવા માટે સર્વસાધારણ લોકોના મનમાં ઘૂસી ગયેલો ભ્રમ દૂર કરવો જોઈએ કે ભેંસની સરખામણીમાં ગાયનું દૂધ ઊતરતું હોય છે. એટલે તેની કિંમત પણ ઓછી આપવી જોઈએ. જો સ્વાદની તુલનામાં ગુણવત્તાને સમજાવીને એનો વ્યાપક પ્રચાર થાય તો લોકો પોતાની ભૂલ સુધારી શકે છે. ગાયના દૂધને મહત્તા આપી શકે છે. તેની સરખી કિંમત ચૂકવવામાં પણ આનાકાની નહીં કરે. જો ગાયનું દૂધ વધારે પ્રમાણમાં મળતું હોય, એનો ભાવ પણ ભેંસના દૂધ જેટલો જ મળે, તો ગૌપાલનનો વ્યવસાય આજે ખોટનો ધંધો લાગે છે, એ જ કાલે ગૌપાલકો માટે આકર્ષક વ્યવસાય બની શકે છે. પ્રમાણ વધારે હોવાથી, લાભ પણ વધારે અને સરખો રહેવાથી ગૌપાલકોનો ઉત્સાહ પણ વધશે. એ લોકો આ વ્યવસાય માટે મૂડી પણ રોકશે અને મહેનત પણ કરશે. જ્યારે તેની ઉપેક્ષા દૂર થશે અને તેની ઉપયોગિતા વધશે તો સ્વાભાવિક રીતે જ લોકો એક લાભદાયી ઉદ્યોગની જેમ એ હેતુપ્રાપ્તિ માટે નવા પ્રયત્નો કરશે. ગાયની જાતિ સુધરશે. ઘાસચારા માટે કેટલીક ખેતીવાડી સુરક્ષિત રાખવામાં આવશે. જમીનમાં અનાજ ઉગાડીને જેટલી કમાણી કરવામાં આવે છે તેથી અધિક ઘાસચારો ઉગાડીને લાભ મેળવી શકાશે. ગાયો પણ સ્વસ્થ અને તંદુરસ્ત બનશે. તેમના વાછરડા પણ તંદુરસ્ત પેદા થશે અને વધારે કિંમતે વેચાશે. આ સંજોગોમાં દરેક સમજુ માણસ ભેંસને તેલ કાઢવાની ઘાણી સમજીને તેની ઉપેક્ષા કરશે અને ગૌસંવર્ધન પર, ગૌરસ (દૂધ અથવા મૂત્ર) સેવન પર વધારે ધ્યાન આપશે.
ગાયોની સંખ્યા ઓછી થઈ જવાથી અને દૂધ ઓછું આપતી હોવાથી તેમને ઘરેલુ ઉપયોગમાં જ કામમાં લેવામાં આવે છે. મોટા પાયા પર તેમના દૂધના ઉત્પાદનની જો વ્યવસ્થા કરવામાં આવે તો જેને ગાયનું દૂધ ખરીદવું છે તે બધાને યોગ્ય સ્થાન ૫૨ અને યોગ્ય માત્રમાં એ મળી પણ શકશે.
ગૌસંવર્ધન માટે દરેક માનવીના મનમાં ગાયના દૂધની ઉપયોગિતા અને મહત્તાનું સ્થાન જમાવવાની જરૂરિયાત છે તેથી તેઓ ગાયના દૂધને મહત્ત્વ આપે અને પાતળું હોવા છતાં પણ યોગ્ય કિંમત આપવાની આનાકાની ન કરે. ગાય પાળવાવાળાએ પણ ધ્યાન રાખવું જોઈએ કે ગાયની સંપૂર્ણ જાતિને સુધારવાનો અને તેમના ભરણ-પોષણના યોગ્ય વ્યવસ્થા કરવાના અને સગવડતા કરવાના પ્રયત્નો કરે, જેથી એ વધારે પ્રમાણમાં દૂધ આપી શકે અને પાળવાવાળાઓ માટે લાભદાયી બને. પછી તો તેમનું કતલખાનામાં જવાનું બંધ થઈ જશે.
પ્રતિભાવો