૧૪. ઈશ્વર પૂજા, સાચા આસ્તિક બનીએ
October 30, 2008 Leave a comment
ઈશ્વર પૂજા :
વિશ્વમાનવ પરમાત્માનું પ્રત્યક્ષ પ્રતીક છે. તેનાં સુખસુવિધા નહિ, પણ અંત:ભૂમિકા વિકસિત કરવી એ જ સાચી ઈશ્વરપૂજા છે. આમ તો ભૌતિક સુખસુવિધાઓની વૃદ્ધિઅ કરવી એ પણ સારું જ છે. તેનાથી જીવન વિતવવામાં સરળતા રહે છે, પરંતુ કોઈની વાસ્તવિક પ્રગતિ, સંતોષ અને ગૌરવ તો તેની અંત: ભૂમિકા વિકસિત કરવામાં જ છે. આમ તો ઈશ્વરને ભોગપ્રસાદ ખવડાવી, ધૂપદીપ સમર્પિત કરીને તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની વાત લોકો વિચારે છે, પરંતુ એ એક હકીકત છે કે આપણાં સત્કર્મો અને સેવાથી ભરપૂર આચરણને જોઈને પરમેશ્વર જેટલા દ્રવિત થાય છે, તેટલા ધૂપદીપથી થતા નથી.
આ વાત વિશ્વમાનવને પણ લાગુ પડે છે.
પ્રતિભાવો