જીવનનાં આવશ્યક કાર્યો : ૧૪. કૌટુંબિક જીવનની સમસ્યાઓ
April 18, 2009 1 Comment
જીવનનાં આવશ્યક કાર્યો : ૧૪. કૌટુંબિક જીવનની સમસ્યાઓ
આપણાં કર્મો ચાર પ્રકારનાં હોય છે :
(1) પશુ જેવાં, (2) રાક્ષસ જેવાં, (3) સત્ પુરુષો જેવાં દેવો , (4) દેવ જેવાં.
દરેક વ્યક્તિએ પોતાના કુટુંબનું કામ કરતી વખતે એની ઉપર નજર રાખવી જોઈએ.
એવા બધાં જ કામો જેમાં બુદ્ધિનો ઉપયોગ કરવામાં ન આવે. ક્ષણિક આવેશ અથવા સ્વભાવગત સંકેતો પણ સમજ્યા વિચાર્યા વગર કરવામાં આવે તે પશુતુલ્ય કાર્યો છે. જેમકે ભોજન, કામેચ્છાની પૂર્તિ ગુસ્સામાં મારી બેસવું, પ્રસન્નતાની ઘડીએ નાહક ફૂલાય જવું. જીભ અને વાસનાજન્ય સુખ આ જ શ્રેણીમાં આવે છે.
સ્વાર્થની પૂર્તિ માટે જે કામ કરવામાં આવે તે રાક્ષસી કાર્ય હોય છે. રાક્ષસી વૃત્તિવાળાઓ સામ, દામ, દંડ કે ભેદથી માત્ર પોતાનું જ ભલું ચાહે છે. બીજાને મારીને પોતે આનંદમાં મસ્ત રહે છે. એમને કોઈનાં દુ:ખ, તકલીફ, મરવા, જીવવા સાથે કોઈ નિસ્બત હોતી નથી. એવા અવિવેકીઓ માંસભક્ષણ, રતિક્રીડા, વ્યભિચાર, ચોરી, લાંચ, ભ્રષ્ટાચાર જેવાં ગુપ્ત પાપ કર્યાં કરે છે. “ખાઓ, પીઓ ને મઝા કરો” એ જ એમનો આદર્શ હોય છે. દુર્ભોગ, વ્યભિચાર, માંસભક્ષણ એમનાં આનંદમાં માધ્યમો છે.
સત્પુરુષો આજની જરૂરિયાતોની પૂર્તિ કરે છે. આવતીકાલ માટે યોજનાઓ બનાવે છે. ધન, અન્ન, વસ્ત્ર વગેરેનો સંચય કરે છે, પોતાની પ્રતિષ્ઠાનું ધ્યાન રાખે છે તથા બાળકોના શિક્ષણ, સ્વાસ્થ્ય અને ભાવિ પ્રગતિનો વિચાર કરે છે. ધરતી પર જ પોતાની સદ્દભાવનાં અને સદ્-ઇચ્છાઓ દ્વારા સ્વર્ગનું નિર્માણ કરે છે.
તે પાપ, છળકપટ, જુગાર, સટ્ટો, ભિક્ષા તથા વ્યાજથી દૂર રહે છે. તે બીજાને ઠગાવવાનો ક્યારેય પ્રયત્ન કરતો નથી. તેની આજીવિકાનું કાર્ય સદ્ઉદ્દેશથી થાય છે. સચ્ચાઈ અને પુણ્યની કમાણી ખૂબ ફુલેફાલે છે. ખોટી રીતે કરેલી પ્રતિષ્ઠા ક્ષણિક હોય છે. જેથી યથાશક્તિ તે બીજાને દાન-પુણ્યમાં સહાય કરે છે. જીવનનિર્વાહ પછી તે યથાયોગ્ય સેવા-સહાયતા પણ કરે છે.
દેવતુલ્ય જીવનનો ઉદ્દેશ ત્યાગ અને સાધન દ્વારા જનસેવાનાં કાર્યો છે. આ સેવા શરીર, મન કે શુભ વિચારો દ્વારા થઈ શકે છે.વિશ્વકલ્યાણ માટે જીવનાર વ્યક્તિ મનુષ્ય હોવા છતાં પણ દેવ છે. તે પોતાની બુદ્ધિ અને જ્ઞાનનું વિશ્વના કલ્યાણ માટે બલિદાન આપે છે. જ્ઞાન ચર્ચા દ્વારા તે બીજના મનને પણ ઉચ્ચ વિષયો તરફ વાળે છે. તેની દિનચર્યામાં ઉત્તમ પ્રવચનોનું શ્રવણ, શંકા-નિવારણ, પઠન, ચિંતન, આત્મનિરીક્ષણ, નિર્માણ, અને સદુપયોગ હોય છે. તે સંસારની વાસનાઓ ઉપર શાસન કરે છે.
ખુબ સરસ બહુગમ્યું
LikeLike