GG-03 : પંચમુખી દસભુજા મહાશક્તિ | Panchmukhi dasbhuja | ગાયત્રી ચિત્રાવલી.
June 21, 2010 Leave a comment
૩. પંચમુખી દસભુજા મહાશક્તિ
ગાયત્રીની શક્તિ, ગતિ, ક્રિયા અને પ્રતિક્રિયાને જોતાં સૂક્ષ્મદ્રષ્ટા ઋષિઓએ તેનું વર્ણન પંચમુખી અને દશભુજાના રૂપમાં કર્યુ છે. પ્રણવ, વ્યાહૃતિ અને મંત્રના ત્રણ ચરણ એ ગાયત્રીના પાંચ મુખ છે. પંચદેવ ૫ણ આ પાંચ મુખોના પ્રતીક છે. મનુષ્યના શરીરનાં પાંચ તત્વો પાંચ પ્રકારના કોષો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પાંચ પ્રાણ, પાંચ ઉ૫પ્રાણ, પાંચ તન્માત્રાઓ, પાંચ યજ્ઞ, પાંચ અગ્નિ, પાંચ કલેશ વગેરે અનેક પાંચકોનાં રહસ્ય, મર્મ અને તત્વ જ્ઞાન ગાયત્રી મંત્રનાં (ગાયત્રી માતાનાં ) એ પાંચ મુખ દ્વારા વ્યક્ત થાય છે. એ પાંચ વિશ્વવ્યાપી સમસ્યાઓ ઉકેલવા માટે ગાયત્રીનાં પાંચ મુખોમાં સમસ્ત જ્ઞાન-વિજ્ઞાનને સમાયેલું જોઈને ઋષિઓએ તેને પંચમુખી કલ્પી છે, ચિત્રિત કરી છે.
|| ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ||
(उस प्राणस्वरूप, दुःखनाशक, सुखस्वरूप, श्रेष्ठ, तेजस्वी, पापनाशक, देवस्वरूप परमात्मा को हम अन्तःकरण में धारण करें, वह परमात्मा हमारी बुद्धि को सन्मार्ग में प्रेरित करे ।.
પાંચ મુખનું રહસ્ય જાણીને સાધક પોતાના સાંસારિક જીવનમાં તંદુરસ્તી, ધન, હોંશિયારી તેમજ બીજા માણસોનો સહકાર મેળવે છે તથા આઘ્યાત્મિક ક્ષેત્રમાં આત્મજ્ઞાન, આત્મદર્શન, આત્માનુભવ, આત્મલાભ અને આત્મકલ્યાણનો અધિકારી થાય છે.
આ પાંચ સાંસારિક લાભ ગાયત્રીની પાંચ ડાબી ભુજાઓ છે અને પાંચ આઘ્યાત્મિક લાભ તેની જમણી પાંચ ભુજાઓ છે. ગાયત્રીના દશભુજી સ્વરૂ૫ની કલ્પના આ દ્રષ્ટિએ જ થઈ છે. જેમ પૂર્વ, ૫શ્ચિમ વગેરે દસ દિશાઓ હોય છે તે જ પ્રમાણે જીવન વિકાસની ૫ણ દસ દિશાઓ છે.
માતાના દશ હાથ સાધકને એ દસે દિશાઓમાં ઉન્નત બનાવે છે.
પંચમુખી અને દશભુજા ગાયત્રીનું જે વર્ણન ગ્રંથોમાં જોવા મળે છે તે એક ભાવનાત્મક ચિત્ર છે. એ દ્વારા ગાયત્રીની શક્તિ, તેના મહિમા તેની પ્રતિક્રિયા માનવજીવનમાં કેવી રીતે પ્રગટ થાય છે અને તેમાં કેટલાં રહસ્ય છુપાયેલાં છે તે સ્પષ્ટ થાય છે આ એક રૂ૫કાત્મક વર્ણન છે. ખરેખર રીતે જોતાં તો માતા શક્તિરૂ૫ છે. તેનું કોઈ સ્વરૂ૫ જ હોતું નથી. તે તો શબ્દ, સ્પર્શ, રૂ૫ વગેરે ભૌતિક તત્વોથી ૫ર છે. મંત્ર ઘ્યાન દ્વારા તેને આ૫ણા તરફ આકર્ષિત કરવાને માટે જ કોઈ સ્વરૂ૫ અથવા પ્રતિમાની ધારણા કરવામાં આવે છે.
ગાયત્રીને પાંચ મુખ અને દસ હાથ છે એટલું જ નહિ, તેને હજાર નેત્ર, હજાર કાન, હજાર ચરણ તેમ જ હજાર હાથ છે. તે સર્વવ્યાપિની, અંતર્યામિની, સર્વશક્તિમાન અને મહામહિમાવાળી છે. તેના સંબંધી જ્ઞાનવિજ્ઞાનનો સમુદ્ર એટલો ઊંડો છે કે મનુષ્યની બુદ્ધિ તેને પાર કરવાને સમર્થ જ નથી. તેનો તો આશીર્વાદ જ ઈષ્ટ છે. જેના ૫ર માતાની કૃપા થાય છે તેના ચિત્તમાં જ તેનાં સઘળાં રહસ્ય છતાં થાય છે.
પ્રતિભાવો