વડોદરાનો પંચકુંડી યજ્ઞ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૫
August 27, 2011 Leave a comment
વડોદરાનો પંચકુંડી યજ્ઞ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૫
હું ગુરુદેવ સાથે વડોદરા ગયો. ત્યાં પંચકુંડી યજ્ઞ રાખ્યો હતો. જે ભાઈએ યજ્ઞ રાખ્યો હતો તેઓ મૂળ ડભોઈના નિવાસી હતા. તેમનું મકાન પણ ડભોઈમાં જ હતું. ગુરુદેવને એવા મકાનમાં ઉતાર્યા જ્યાં રૂમ બંધ હતો. હવા પ્રકાશ આવે એવું જાળિયું પણ ન હતું. મેં ગુરુદેવનો સામાન અંદર મૂકી દીધો અને ગુરુદેવ સાથે દિવસે ત્યાં રોકાયો, પરંતુ એ મકાનમાં ખૂબ ગૂંગળામણ થતી હતી. મારી ઓળખાણ ત્યાં કોઈ સાથે ન હતી. યજ્ઞમાં જ ભાઈ રસિકલાલ તથા મનુભાઈ સાથે થઈ ગઈ હતી. આ બંને શ્રેયસ વિદ્યાલયમાં શિક્ષક હતા, મેં એમને વાત કરી અને કહ્યું, ભાઈ ! કોઈ એવું મકાન બતાવો જેમાં ઓછામાં ઓછી હવા તો આવતી હોય. એ બંને ભાઈઓએ કહ્યું, પાસે જ શ્રેયસ વિદ્યાલય છે, એમાં અમે કામ કરીએ છીએ, ત્યાંના આચાર્ય સાથે મુલાકાત કરાવી દઈશું..
એમાં બધા રૂમ હવાઉજાસવાળા છે અને યજ્ઞશાળાની પાસે પણ છે. આપ એમને વાત કરી લેજો, બંને ભાઈઓ મને શ્રેયસ વિદ્યાલયના આચાર્ય પાસે લઈ ગયા. એમની સાથે વાત કરી. એમણે એક રૂમ મને બતાવ્યો અને કહ્યું, આપ અહીં રહી શકો છો. મેં રસિકભાઈ અને મનુભાઈને પૂછ્યું, આમનું નામ શું છે ? એમણે કહ્યું, રજનીકાંત જાની સાહેબ છે. હું ગુરુદેવ અને સામાન લઈને શ્રેયસ વિદ્યાલયમાં આવી ગયો. રૂમ સાફ અને હવાઉજાસવાળો હતો. મેં આચાર્ય મહોદયને કહ્યું, જો તમે સવારે ગરમ પાણીની વ્યવસ્થા કરાવી આપશો તો આપની ઘણી કૃપા થશે. મારા ગુરુદેવ ગરમ પાણીથી નહાય છે. એમણે રસોડામાં જે ભાઈ કામ કરતા હતા એમને કહી દીધું. સવારમાં અમને ગરમ પાણી મળી ગયું. પરંતુ ચા ન મળી. બીજા દિવસે મેં જાની સાહેબને કહ્યું- જો સવારે ચાની વ્યવસ્થા પણ કરાવી દો તો ઘણી કૃપા થશે. એમણે ચાની પણ વ્યવસ્થા કરાવી દીધી. હું ત્રણ ચાર વાર એમની પાસે ગયો એટલે એમની સાથે મારે સારી ઓળખાણ થઈ ગઈ હતી. એટલે જે કોઈ વસ્તુની જરૂર હોય તો નિઃસંકોચ મને કહી દેતો હતો, અને તેઓ એની વ્યવસ્થા પણ કરી દેતા હતા. આ રીતે ત્રણ દિવસ અમે શ્રેયસ વિદ્યાલયમાં રહ્યા. ત્યાં મારે લગભગ બધા શિક્ષક ભાઈબહેનો સાથે ઓળખાણ થઈ ગઈ. મેં કહ્યું, હું જ્યારે વડોદરા આવીશ ત્યારે શ્રેયસમાં જ ઊતરીશ. ગુરુદેવ સાથે પણ એ બધાને વાત થતી હતી. ગુરુદેવની ત્યાંનાં ભાઈબહેનો પર ખૂબ અસર પડી. જ્યારે મથુરા આવવા નીકળ્યા ત્યારે ગુરુદેવનું સન્માન પણ કર્યું. આ યજ્ઞના કાર્યક્રમથી મારે વડોદરામાં ઘણાં ભાઈ બહેનો સાથે મુલાકાત થઈ. એ વખતે મિશન એટલું ફેલાયું ન હતું. કાર્યક્રમોમાં ઘણી મુશ્કેલીઓ આવતી હતી.
પ્રતિભાવો