ઇચ્છાશક્તિનો ચમત્કાર

ઇચ્છાશક્તિનો ચમત્કાર

જ્યાં સુધી ઇચ્છાઓને લાગેવળગે છે, ત્યાં સુધી સદ્ ઇચ્છાઓ જ ઇચ્છાઓની સીમામાં આવે છે. સદ્ ઇચ્છાઓની શક્તિ અપરિમિત છે. કોઈ સારું કાર્ય કરવાની અથવા ઉદાત્ત લક્ષ્ય પ્રાપ્ત કરવાની કામના રાખનાર લાખો વિરોધો અને અસુવિધાઓ હોવા છતાં પણ પોતાના ધ્યેય પર પહોંચી જ જાય છે.

સદાશયીમાં એક સ્થાયી લગન હોય છે, જેનાથી તે પોતાના ધ્યેય પ્રત્યે નિષ્ઠાવાન થઈને પોતાની સમગ્ર શક્તિઓ લગાવીને પ્રયત્નમાં લાગી રહે છે. ઇચ્છા અને પ્રયત્નની એકતા તેનામાં એક અલૌકિક સહાયતા-સ્ત્રોત્ર ઉદ્ઘાટન કરી દે છે, જેનાથી તેના પ્રયત્નોમાં નિરંતરતા, તીવ્રતા અને અમોઘતા વધતી જાય છે અને તે ક્ષણેક્ષણ ધ્યેય ઉત્તરોત્તર અગ્રેસર થતો જાય છે.

સદ્ ઈચ્છાવાન વ્યક્તિમાં આશા, ઉત્સાહ, સાહસ અને સક્રિયતાની કમી રહેતી નથી અને જેનામાં આ સફળતાવાહક ગુણોનો સમાવેશ હશે, તેની પાસે અસફળતા આવી જ નથી શકતી. અસદ્દ ઇચ્છાઓ જ્યાં પોતાના ઝેરી પ્રભાવથી મનુષ્યની શક્તિનો નાશ કરે છે, જ્યાં પોતાના નવીન સ્ફૂર્તિ, નવો ઉત્સાહ અને અભિનવ આશાનો સંચાર કર્યા કરે છે.

એક ઇચ્છા, એક નિષ્ઠા અને શક્તિઓની એકતા મનુષ્યને તેના અભીષ્ટ લક્ષ્ય સુધી અવશ્ય પહોંચાડી દે છે. એમાં કોઈ પ્રકારના સંદેહને અવકાશ નથી.

– અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી – ૧૯૬૭, પૃ. ૧૬ 

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment