અધિકારીઓની પ્રામાણિકતા, સરકારી સેવકો માટે સંદેશ
February 15, 2016 Leave a comment
અધિકારીઓની પ્રામાણિકતા :
અપરાધોને રોકનારા શાસનાધિકારીઓની ઈમાનદારી તથા વિશ્વસનીયતાની લાંબા સમય સુધી પરખ કર્યા પછી જ નિયુક્તિ કરવી જોઈએ. તેમને જે તે વિભાગ માંથી જ લેવા જોઈએ અને અપરાધોને રોકવામાં તેમની પ્રતિભા તથા ભાવના કેવી છે તે જોવું જોઈએ. અનુભવ વગરના નવા માણસોને અપરાધો રોકવા માટેના પદો પર નિયુક્ત ન કરવા જોઈએ. કદાચ જો નિયુક્ત કર્યા હોય તો તેમના ચરિત્ર તથા ઈમાનદારી ની ગુપ્ત તપાસ રાખવી જોઈએ. જે પદો પર ભ્રષ્ટાચાર ની સંભાવના હોય તેની પર કર્મચારીઓની નિયુક્તિ વખતે શિક્ષણ તથા યોગ્યતા ઉપરાંત તેમના ચરિત્ર અને ઈમાનદારી ને ધ્યાનમાં લેવા જોઈએ. ગુનેગાર અધિકારીઓને આકરો દંડ કરવો જોઈએ. અધિકારી વર્ગ માંથી ભ્રષ્ટાચાર દૂર ના થાય ત્યાં સુધી જનતાની અનૈતિકતા દૂર થવી મુશ્કેલ છે.
-અખંડ જ્યોતિ, જૂન-૧૯૬૩, પૃ. પ૪
પ્રતિભાવો