JP-42. અધ્યાત્મ એકાંગી નથી : અધ્યાત્મનો મર્મ સમજો-પ્રવચન : ૩
February 13, 2021 Leave a comment
અધ્યાત્મ એકાંગી નથી : અધ્યાત્મનો મર્મ સમજો
મિત્રો! આના વિશે હું લોકોને કહેતો રહું છું, પરંતુ લોકોને ભ્રમ થઈ જાય છે, એટલા માટે આપને પણ પ્રયત્નો કરવા પડે છે. આખા અધ્યાત્મ ક્ષેત્રમાં પ્રયત્નો કરવા પડે છે. લોકોએ કર્મકાંડના માહાત્મ્યને ખૂબ વધારીને વાદળો જેવું બનાવી દીધું છે. આ મંત્ર અને તે મંત્ર, આ વિધિવિધાન કરો, તે કરો, પરંતુ કોણ જાણે કેમ લોકો એ ભૂલી જાય છે કે આ મંત્રોને, આ બાણોને જે ધનુષ્ય પર રાખીને ચલાવવાનાં છે તે છે કે નહિ? કારતૂસને જે બંદૂકમાં ભરીને ફોડવાનો છે એ બંદૂક છે કે નહિ? બંદૂકની જરૂરિયાતને, મહત્ત્વને સમજતા નથી એટલે વિવાદ થઈ જાય છે. એટલા માટે આપ કારતૂસને વગોવી રહ્યા હતા?
હા બેટા! તારી પાસે બંદૂક તો છે નહિ, પછી ગોળી કેવી રીતે ચલાવીશ? એટલા માટે ક્રિયાયોગના માહાત્મ્યનું ખંડન કરવા માટે જ્યારે હું તૈયાર થઈ જાઉં છું ત્યારે આવેશમાં આવીને કર્મકાંડ વિરુદ્ધ એ શબ્દો બોલવા લાગું છું, જેથી આપને અસલિયત સમજાઈ જાય. જે એકાંગી અને સરળ હિસ્સો છે તેને આપ પકડી લો છો અને જે મુશ્કેલ હિસ્સો છે તેની ઉપેક્ષા કરવા માગો છો. તેને આપ નજરઅંદાજ કરવા ઈચ્છો છો. ઊંડાણ સુધી આપ જવા ઇચ્છતા નથી અને ફક્ત બહારની સૌથી સરળ ક્રિયાને જ આપ પકડી લેવા માગો છો. બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે? ના સાહેબ! બિલાડીનું મો પકડવાની તાકાત અમારામાં નથી, અમે નહિ પકડી શકીએ. બિલાડીનું મોં નથી પકડી શકતો, તો બેટા, ઘંટ કેવી રીતે બંધાશે? તે ઉંદરને ખાઈ જશે, તેને મારી નાખશે.
વાસ્તવિકતા સમજો
મિત્રો! હું એ નિવેદન કરી રહ્યો હતો કે આપણે વાસ્તવિકતા સમજવી જોઈએ. વાસ્તવિક્તા સમજશો તો આપને અધ્યાત્મનું જે માહાત્મ્ય અને લાભ તથા તેની ફિલોસોફી સમજાવવામાં આવે છે તે બિલકુલ સાચી લાગશે. તેનો એકેએક અક્ષર સાચો છે. રામના નામનું જે માહાત્મ્ય બતાવવામાં આવ્યું છે, મંત્રનું જે માહાત્મ્ય બતાવવામાં આવ્યું છે, જપનું જે માહાભ્ય બતાવવામાં આવ્યું છે,ગાયત્રી મંત્રનું જે માહાત્મ્ય બતાવવામાં આવ્યું છે તેનો એકેએક શબ્દ સાચો છે. જો આપ અહીં જ અટક્લા રહેશો કેવળ કર્મકાંડના આધારે ગાયત્રીનો ચમત્કાર જોવા માગશો, તો પછી હું આપને કહીશ કે એનો એકેએક અક્ષર ખોટો છે. ગાયત્રી મંત્રના જપ કરવાથી કોઈ ફાયદો થઈ શકતો નથી. મારાજજી! આ શું કહો છો? બેટા, તું સમજતો નથી કે હું શું કહું છું. તું એકાંગી વાત લઈને ફરે છે, જ્યારે અધ્યાત્મ એકાંગી નથી. એકાંગી અધ્યાત્મ સંભવ નથી.
મિત્રો ! અધ્યાત્મમાં બંને ધારાઓ જોડાયેલી છે. એ ગાડીનાં બે પૈડાં છે. એક પૈડા પર ગાડી ચાલી શકતી નથી. પ્રાણ અને જીવન બંનેને મેળવીને સંપૂર્ણ અધ્યાત્મ બને છે. આપણું સંપૂર્ણ વ્યક્તિત્વ નથી કેવળ શરીરથી બન્યું કે નથી કેવળ પ્રાણથી બન્યું. પ્રાણ અને શરીર એ બંનેના સમન્વયથી આપણું વ્યક્તિત્વ બન્યું છે. હું શરીરને ગાળો દઉં છું, માટીનું કહું છું, પંચતત્ત્વોનું કહું છું, હાડમાંસનું પાંજરું કહું છું. એટલા માટે કહું છું કે એમાં પ્રાણ નથી. જ્યારે એમાં પ્રાણ હોય છે ત્યારે એને માટીનું કહી શકાય નહિ. ત્યારે હું એમ કહીશ કે એ દેવતાનું મંદિર છે અને જ્યારે એમાંથી પ્રાણ નીકળી જશે તો હું એમ કહીશ કે આ તો માટી છે, એના માટે શું કામ રડો છો? એને બાળીને રાખ કરો. એમાં શું રાખ્યું છે? આ તો નકામું છે. એને દાટી દો, નદીમાં વહાવી દો કે બાળી નાંખો. એનાથી હવે શું થવાનું છે? ના સાહેબ, એ તો અમારા પિતાજી હતા. બેટા ! પિતાજી હતા તો તેઓ હવામાં ચાલ્યા ગયા. પિતાજીએ તો ક્યાંક જન્મ પણ લઈ લીધો હશે. હવે ક્યાં છે એ તારા પિતાજી? એ તો માટી છે. માટીને તું ક્યાં રાખી શકે છે? એને બાળી નાખ. હું અને તું બંને ચાલ્યા જઈશું. ના સાહેબ, આપ પિતાજીને નકામા બાળવાની વાત કરો છો, એમને ગાળ આપો છો. ના બેટા, પિતાજીને નહિ, આ માટીને માટે કહી રહ્યો છું, જે રાખવી નકામી છે.
પ્રતિભાવો