AA-20 : આ છે અમારા સલાહકાર, અમારા હિતેચ્છુ, આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
આ છે અમારા સલાહકાર, અમારા હિતેચ્છુ
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
મિત્રો ! ત્યારે ત્યાં મને પાંચ મિનિટ મળતી હતી. અને અહીં? ગાંધીજી કહે છે કે જ્યારે હું જીવતો હતો ત્યારે મારી પાસે ખૂબ મુસીબતો હતી અને ઘણાંબધાં કામ હતાં. એટલે સમય માટે આપને મના કરતો હતો. હવે તો મારી પાસે ખૂબ સમય છે. આપ ઈચ્છો એટલો ઉપયોગ કરી શકો છો. ઈચ્છો એટલો સમય વાત કરી શકો છો. હવે મારો નહિ, આપનો સમય છે. હવે અમે તમારા હિસાબે ચાલીશું. તેઓ કલાકો સુધી બોલતા જાય છે. બેટા ! મારી જિંદગીમાં મજા આવી ગઈ અને તેના કારણે અમે ઊંચા ઊઠતા ગયા છીએ. મારા આ સલાહકારોએ મારી હિંમત વધારી છે અને મને મદદ કરી છે. આપને પણ એમની મદદ મળી શકે છે અને એ માધ્યમનું નામ છે – સ્વાધ્યાય. અમે અમારે ત્યાં સંતોના આત્માને ડબ્બામાં બંધ કરી રાખ્યા છે અને એ આત્મા છે – તેમનાં પુસ્તકો, એમના ગ્રંથો, જેને અમે ખૂબ શ્રદ્ધાપૂર્વક રોજ વાંચીએ છીએ.
એવી ભાવનાથી વાંચીએ છીએ કે આ મહાપુરુષ અમારી સામે બેઠા છે અને અમને સલાહ આપી રહ્યા છે. સ્વાધ્યાય અર્થાત્ વિચારોનું સંશોધન એટલે કે વિચારોમાં શ્રેષ્ઠતાનો સમાવેશ અને અવતરણ. એ પણ ભજન જેટલું જ કીમતી છે. એ ભજનથી ઓછું કીમતી નથી. અત્યારે અમારો ખૂબ સમય ચાર કલાક પૂજામાં વીતે છે. – અમારા સ્વાધ્યાયની બે રીત છે – પુસ્તક વાંચવાના માધ્યમથી અને જે અમે ચિંતન મનન કરીએ છીએ તેના માધ્યમથી પણ. હવે અમે લખીએ છીએ તો એ માધ્યમથી પણ. અમારા મસ્તિષ્કના કણેકણમાં શ્રેષ્ઠ અને ઊંચા વિચારો છવાયેલા રહે છે. અને તેનું માધ્યમ છે – સ્વાધ્યાય. તેની કિંમત ભજન જેટલી છે. ભજન અને સ્વાધ્યાયમાં કોઈ ફરક નથી પડતો. હું બંનેને એક જ માનું છું.
પ્રતિભાવો