AA-20 : સાકાર અને નિરાકાર ભગવાન, ૨. આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
સાકાર અને નિરાકાર ભગવાન
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
આ રીતે ભગવાનને માણસ જેવા બનાવી દેવામાં આવ્યા. માણસને ભૌતિક બનાવી દેવામાં આવ્યો અને ભૌતિક માણસનો જેવો ઈમાન, જેવી ઈચ્છાઓ, જેવી કામનાઓ હોય છે, એવા જ ભગવાનને બનાવી દેવામાં આવ્યા. મધ્યકાળમાં ભગવાનની બહુ દુર્ગતિ કરવામાં આવી. તો શું ભગવાનનું કોઈ સ્વરૂપ નથી ? બેટા, ભગવાનનું સ્વરૂપ તો છે. સાકાર અને નિરાકાર – ભગવાનનાં બે સ્વરૂપ છે, પણ એ શાના માટે છે અને તેનો શું ઉદ્દેશ છે ? સાકાર મૂર્તિઓ બનાવવામાં આવી છે, પણ સાકાર છે નહિ. સાકારથી આપણે અનુમાન કરવું પડે છે કે ચેતનાત્મક ભગવાન શું હોવા જોઈએ.
આપણે શંકર ભગવાનની મૂતિઓ ગોળમટોળ બનાવીને રાખી છે. તેનો અર્થ એ છે કે આખા વિશ્વબ્રહ્માંડમાં વિરાટબ્રહ્મ સમાયેલું છે. એટલા માટે આપણે શંકર ભગવાનની અને શાલિગ્રામની મૂર્તિઓ ગોળ બનાવી હતી. જેવી રીતે આપણે ગોળો બતાવીને આપણાં બાળકોને એમ શીખવીએ છીએ કે આખું વિશ્વ પૃથ્વીના ગોળા જેવું છે, ગોળ દડા જેવું છે. એ ભગવાનનું સ્વરૂપ બતાવવા માટે કે સમસ્ત બ્રહ્માંડમાં એક સત્તા કામ કરે છે, એક શક્તિ કામ કરે છે, જે કણકણમાં સમાયેલી છે, નસનસમાં સમાયેલી છે, પ્રત્યેક જગ્યાએ સમાયેલી છે. આ સમગ્ર વિશ્વબ્રહ્માંડમાં સંવ્યાપ્ત આ વિરાટ લોકોને સમજાવવા માટે કે આ જે આખું વિશ્વવિરાટ છે તે “સિયારામ મય સબ જગ જાની; કરહુ પ્રણામ જોરિ જુગ પાની !” છે.
પ્રતિભાવો